________________
જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩
આવ્યું છે. જેમાં તો અહિંસા ધર્મની યથાર્થતા સાથે જ બધાં મહાવ્રત અને સાધના છે. ઉત્કૃષ્ટ ધર્મના અંગરૂપ સંયમ અને તપ અહિંસાની સિદ્ધિને અથે છે. આદર શ્રાવક
પ્રા. અરુણ જોશીએ આ વિષય પર બોલતાં જણાવ્યું કે જૈનધર્મના અનુયાયીને શ્રાવક કહેવામાં આવે છે. જિનેશ્વરને આરાધ્યદેવ ગણુનારા, રાગદ્વેષથી અલિપ્ત રહેનાર, સર્વ પ્રત્યે પ્રીતિ રાખનારા, સમતા અને ક્ષમાને ધારણ કરનારે, દયાને મહત્વ આપનાર, પાપકર્મને નાશ કરી મોક્ષમાર્ગ સંચરનાર શ્રાવક આદ શ્રાવક કહેવાય છે. હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં શ્રાવકના માર્ગનુસારી૫ણુના પાંત્રીસ ગુણ વર્ણવવામાં આવ્યા છે. જૈનધર્મ અને તપશ્ચર્યા :
પ્રા. ઉત્પલાબહેન કાંતિલાલ મોદીએ આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે તપ એ આત્માની શુદ્ધિને શ્રેષ્ઠ ઉપાય છે. જેને ધર્મમાં તપનું ભારે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. બાહ્યતપ અને અત્યંતર તપની જૈન ધર્મની ભાવના મોક્ષલક્ષી છે. તપ એ જૈન સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ છે. તપથી કર્મની નિજ થાય છે, આત્માની મલિનતા જોવાય છે અને સંપૂર્ણ કર્મક્ષય કરી જીવાત્મા મોક્ષગતિ પામી શકે છે. જીવન જીવવાની કળા : જન ધર્મની દષ્ટિએ :
શ્રી નટવરવાલ એસ. શાહે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જેન ધર્મની દૃષ્ટિએ સર્વ દુઃખનું મૂળ પરિગ્રહ છે. સંતોષ એ જીવનનું પરમ ધન છે, પરંતુ આજે સંતોષ છે ક્યાં? માત્ર અર્થ પ્રાપ્તિ જ જીવનનું લક્ષ નથી. જેનધમ ત્યાગપ્રધાન ધર્મ છે. તપ અને સંયમનું જેનોમાં ભારે મહત્ત્વ છે. જીવન જીવવાની ખરી ચાવી જૈનધર્મો દર્શાવેલા શ્રાવકનાં બાર વ્રતોમાં છે. સમતાની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org