________________
બારમે જેને સાહિત્ય સમારોહ
૬૩
કચછના બેતેર જિનાલયના ઉપાશ્રય ખંડમાં પૂ. આચાર્ય ભગવંત
શ્રી ગુણદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના મંગલાચરણથી આ સાહિત્ય સમારોહને પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જેને જગતના આદરણીય વિદ્વાન ત્યાગમૂતિ શ્રી જોહરીમલ પારેખની ઉપસ્થિતિથી આ સાહિત્ય સમારોહને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું હતું. સ્વાગત:
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહે સૌનું ભાવભીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે કચ્છની આ પવિત્ર ભૂમિ પર જૈન સાહિત્ય સમારોહનું આ જન થાય તેને કાને આનંદ ન થાય ? આટલા બધા વિદ્વાનો અમારે આંગણે પધાર્યા તેનું અમારે મન ભારે ગૌરવ છે. આ વિદ્વાને જૈનધમ, તત્વજ્ઞાન, ઈતિહાસ ઈત્યાદિ વિષય પર અભ્યાસ નિબંધ વાંચશે. તેમાંથી ઘણું નવું નવું જાણવા મળશે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા જાતા જૈન સાહિત્યના આ કાર્યક્રમને વ્યાપ વધુ ને વધુ વિસ્તરે એવી શુભ કામના. જન સાહિત્ય સમારોહની ભૂમિકા :
આ જૈન સાહિત્ય સમારોહના અધ્યક્ષ અને સંયોજક ડો. રમણલાલ ચી. શાહે સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જ્ઞાનને ભારે મહિમા બતાવ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા નિગોદના જીવોમાં પણ અક્ષરના અનંત ભાગ જેટલું જ્ઞાન અવશ્ય હોય છે. જૈન સાહિત્ય સમારોહ એ સાંપ્રદાયિક કે સંકુચિત દૃષ્ટિથી નથી શરૂ કરાય. પરંતુ જેને પાસે અઢળક સાહિત્ય અને કલાને વારસે છે. તેને વ્યસ્થિત કરવાને તથા તેના અભ્યાસીઓને પ્રત્સાહિત કરવાને આ પ્રયાસ છે. જેમાં જાતિ, લિંગ અને વર્ણભેદ નથી. જેના બધાય તીર્થકર ક્ષત્રિય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org