________________
જેન સાહિત્ય સમારોહ-ગુણ ૩
કૃતિઓની પરંપરાનુસાર સુકડી અને બારસિયાના સંવાદની આ રાસકૃતિ સં. ૧૭૮૩માં ભાવપ્રભસૂરિએ રચેલી છે. આ કૃતિ ૧૬ ઢાળમાં, ૩૫૪ કડીમાં અને ૭૬૪ પંક્તિઓમાં રચાયેલી સુદીધ સંવાદકૃતિ છે. સુખડના લાકડાને ટુકડા અને ઓરસીયા વચ્ચે આ કૃતિમાં રજૂ થયેલે સંવાદ કવિની ફળદ્રુપ કલ્પનાશક્તિ, ઉડી વિચાર શક્તિ અને તીક્ષણ તર્ક શક્તિને પરિચય કરાવે છે. શત્રુંજય તીર્થ પર જિનપ્રભુની અંગપૂજા માટે ઓરસીયા પર સુખડ ધસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી આ કૃતિમાં કવિએ નીતિબોધ ઉપદેશની સુંદર ગુથણી કરી છે. અન્ય અભ્યાસ લે છે :
સાહિત્ય સમારોહની આ તૃતીય અને અંતીમ બેઠકમાં ઉપરોક્ત નિબંધેની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાને અને અભ્યાસીઓએ પણ વિવિધ વિષયો પર અભ્યાસલેખે રજૂ કર્યા હતા, જેની વિગત આ પ્રમાણે છેઃ (૧) શ્રી ચીમનલાલ એમ. શાહ-કલાધર–ગુજરાતી જેના પત્રકારત્વ દિશા અને વિકાસ (૨) ડૉ. બળવંત જાની–ખેમા હડાળિયાને રાસ (૩) ડે. શિલ્પા ગાલા-પાંચ સમવાય અને (૪) શ્રી સુદર્શના કોઠારી-છ આવશ્યક
બારમા જૈન સાહિત્ય સમારોહ માટે બીજા કેટલાક નિબંધ આવ્યા હતા, જેમાંના આ મુજબના મુખ્ય છે. (૧) પૂ. મુનિ શ્રી નવીનચંદ્રવિજયજી (પાલિતાણુ) શ્રીમદ્ વિજયાનંદસૂરિ મહારાજ ઔર ઉનકા સાહિત્ય-એક અધ્યયન (૨) શ્રી ભંવરલાલ નાહટા (કલકત્તા)-ભાખંડ પક્ષી (૩) ડે. પ્રિયબાળા શાહ (અમદાવાદ)-જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા (૪) ડો. કવિન શાહ (બિલિમોરા)-આત્મારામજી મહારાજનું પૂજા સાહિત્ય (૫) પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી (સુરત) દોઢ વર્ષ પહેલાનું એક ઐતિહાસિક કથાનક અને શાસ્ત્રીય પાઠની મહત્તા સમજાવતા એક મનનીય વ્યવહાર પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org