________________
૧૨૪
જેન સાહિત્ય સમારોહ-ગુ9 3
૧૧૦૦ પાનાનાં ગ્રંથ રૂપે પરિણમે છે! મોહનભાઈ પછી હીરાલાલ કાપડિયાએ “જેને સંસ્કૃત સાહિત્યને ઈતિહાસના ગ્રંથો આપ્યા છે ને હિંદીમાં જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના કેટલાક ગ્રંથે પ્રગટ થયા છે તેમ છતાં મોહનભાઈના કંથની ઉપયોગિતા ઓછી થઈ નથી એનું કારણ એ ગ્રંથનું સર્વસંગ્રહામક સ્વરૂપ જ છે મેહનભાઈએ ઘણું હરતપ્રતભારે જોયેલા તેને લાભ આ ગ્રંથને મળે છે. આજે હસ્તપ્રતભંડારો કણ જેવા જાય? મોહનભાઈ એ કૃતિએના લેખનની એટલે કે લિપિબદ્ધ થયાની, કૃતિએ સંશોધિત થયાની વગેરે માહિતી પણ આમેજ કરી છે. સાહિત્યના ઈતિહાસમાં આવી માહિતી કે નાખે? એક દષ્ટિએ સાહિત્યના ઇતિહાસમાં એ માહિતી અપ્રસ્તુત પણ લેખાય, પણ આ પ્રકારના માહિતી સંચયે જ મેહનભાઈના ગ્રંથને અદ્વિતીય બનાવ્યો છે.
જૈન ગૂર્જર કવિઓ' છે તો એક સાહિત્યસૂચિ–મુખ્યત્વે હસ્તપ્રતસૂચિ. મેહનભાઈએ એમાં જૂની ગુજરાતીને ઈતિહાસ જે વસ્તુતઃ અપભ્રંશ ઈતિહાસ છે), જેન ગોની ગુરુપદાવલીઓ વગેરે સામગ્રી નાખી છે તે ભોગીલાલ સાંડેસરા જેવા વિદ્વાનને પણ અનાવશ્યક લાગી છે. પણ ગુજરાતીમાં આજ સુધી અપભ્રંશને બીજે કંઈ ઈતિહાસ નથી. અને ગુરુપટ્ટાવલી પણ સુઘડ, સુવ્યવસ્થિત સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી આ એક જ છે ! મૂળ સામગ્રી પર એની ઉપકારતા ઓછી માનીએ (સાવ નથી એવું તો નથી જો તમે આ સામગ્રીનું સ્વતંત્ર મૂલ્ય ઓછું નથી અને મોહનભાઈની લેબી વૃત્તિનું એ સુપરિણામ છે એમ આજે તો ભાસે છે. પંડિત સુખલાલજી પાસે રત રહેવાનું થાય તો મેહનભાઈ સાથે કામ લઈને જય. એક વાર પંડિતજીએ પૂછયું, “આ ભાર શો ?” મેહનભાઈએ જવાબ આપ્યો કે “જૈન ગૂર્જર કવિઓનાં પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરે તે કોણ કરે? અરે રહી જાય.” મોહનભાઈની ધાર ખોટી ન હતી એની પ્રતીતિ હવે આપણને થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org