________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ,
ત્યાગનાં વ્રતે છે તો તેને ઋદ્ધિ તરીકે કેમ એળખાવાય? ખરેખર સાચી રીતે જે “ઋદ્ધિ' શબ્દને યોગ્ય હોય તેવું જે દષ્ટાન્ત મળી જાય તે એનું ગ્રહણ શા માટે ન કરવું ? તે આપણું પાસે બીજી ઋદ્ધિ છે, તેને પુરા પણ છે. તીર્થકરેદેવનાં પ્રવચનની સભા જેને સમવસરણ કહે છે, જે સેના, ચાંદી, રત્ન વગેરેની ઋદ્ધિથી બનેલું છે. ભારત ચક્રવતીએ માતા મરુદેવાને જ્યારે કહ્યું કે, “તારા પુત્રની સમવસરણની ઋદ્ધિ તે તું જે,” એટલે પુષ્યદ્ધિથી સમવસરણનું પ્રહણ કરવું વધુ ઉચિત છે અને વધારામાં કોઈને આડકતરી રીતે ક્રમ ગોઠવે હોય તે પણ સમવસરણુ બંધબેસતું થાય તેમ છે. કેમકે સસરણને જે ત્રણ ગઢ છે તે ગઢને આકાર સવળાં ત્રણ છત્રને બરાબર મળતો આવે છે. નીચેને ગઢ પહેલો સૌથી મોટો અને બીજો, ત્રીજે ઉત્તરોત્તર નાના એટલે સસરણની ઋદ્ધિને અર્થ વધુ સ્વીકાર્ય છે.
પ્રત્યક્ષપ્રમાણ એ સામાન્ય રીતે આઘ, સૌથી શ્રેષ્ઠ, નિઃશંક અને નિર્વિવાદ પ્રમાણુ ગણાય છે. એનાથી વસ્તુ હસ્તામલકત સ્પષ્ટ સમજાય છે. પ્રત્યક્ષપ્રમાણ માટે બીજા કશા પુરાવા-સાબિતીની જરૂર રહેતી નથી.
(૧) પાંચ-પાંચ ફૂટ કે તેથી વધુ મોટી કાળમીંઢ પથ્થરની ૨૫૦૦ વર્ષ જૂની મૂર્તિઓમાં માથા ઉપર અંદર જ ખોદીને પથ્થરનાં જ બનાવેલાં સવળાં જ છત્રો છે. બહારથી લાવેલાં હોય તેવાં નહીં પણ મૂતિ ઘડી ત્યારે જ ભેગાં ઘડેલાં છે. તેથી તે આગમને અને તદનુસાર વર્તતી સવળાં છત્રની માન્યતાને જ અનુસરતાં છે.
શિલ્પશાસ્ત્રનાં ગ્રન્થમાં જેનમૂર્તિનાં અંગોપાંગો કેવાં મારે કરવાં, પરિકર કેવા માપે બનાવવું, એ બધી વાત વ્યવસ્થિત રીતે ગણતરી મુજબ લખેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org