________________
ત્રણ છત્ર
શિપનાં “દીપાવ” અને “શિલ્પરત્નાકર' નામના પ્રખ્યાત પ્રત્યે સ્પષ્ટ જણાવે છે કે ભગવાનનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મેટું, અને તે પછી ઉત્તરોત્તર બે નાનાં સમજવાં.
શિલ્પશાસ્ત્રના આ બે ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે, તીર્થંકરની મૂતિ ઉપર પછી મૃણાસ્ત્ર એટલે કમલદંડ કરવો અને તે પછી છત્ર બનાવવું. તે છત્રના ઉપરના ભાગમાં બીજાં બે છ કરવાં. બધે છત્રવટો (ભેગે ગણુને) ૨૦ અંગુલ પહેળે થાય. તે કેવી રીતે થાય ? તે નીચેનું પહેલું છત્ર તે ગર્ભસ્થાનથી એટલે કેન્દ્રના મધ્યભાગથી બંને બાજુએ દશ-દશ આંગુલ કરવું, એટલે બંને બાજુને સરવાળે કરીએ એટલે નીચેનું છત્ર ૨૦ અંગુલ થાય. આનું તાત્પર્ય એ કે પહેલું છત્ર સહુથી મોટું વીશ અંગુલનું સમજવું, પછીનું બીજુ છત્ર તે વસુ અંગુલ એટલે કે ગર્ભસ્થાનથી આઠ-આઠ અંગુલનું બનાવવું એટલે ગળાકારે ૧૬ અંગુલનું થાય અને ત્રીજુ છત્ર છ અંગુલનું કરવું.
આનું તાત્પર્ય એ થયું કે પહેલું છત્ર સૌથી મોટું વિશ અંગુલનું થયું એટલે સ્વાભાવિક રીતે જ તે પહેલું સમજવાનું છે. ત્યારપછી બીજુ આઠ અંગુલનું તે નાનું અને બીજાથી છ
ગુલનું તે તેનાથીએ નાનું સમજવું. આથી પહેલાં છત્રની ગળાકારમાં લંબાઈ-પહોળાઈ ૨૦ અંગુલની, પછીની ૮ અંગુલની અને તે પછીની ૬ અંગુલની.
આમ, પ્રત્યક્ષ પ્રમાણ અને શિલ્પશાસ્ત્રના આધારે સ્પષ્ટ થાય છે કે સવળાં છત્રની પરંપરા જ સાચી અને શાસ્ત્રીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org