________________
૧૧૦
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩
ચિત્તમાં આશ્ચર્ય, જિજ્ઞાસા, સુષ, કુતૂહલ વગેરે ભાવે પ્રેરે છે. અને તીર્થંકર પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવ એની રચના કરે છે. દેવેનું આ પ્રતિહારકર્મ એટલે એને પ્રાતિહાર્ય (અથવા મહાપ્રાતિહાર્ય) કહેવામાં આવે છે.
રાજાના રક્ષકોને કે પહેરેગીરોને પણ પ્રતિહાર કહેવામાં આવે છે. પરંતુ રાજાના પ્રતિહારો મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ નેકરી કરનારા હોય છે. ક્યારેક રાજા માટે તેના મનમાં અભાવ કે ધિક્કાર પણ હોઈ શકે છે. તીર્થકર ભગવાનના પ્રતિહારે દેવો હોય છે. તેઓ મેકર તરીકે નહિ, પણ પોતાનામાં સહજ રીતે પ્રગટેલા ભક્તિભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શક્તિ વડે વિવિધ પ્રકારની રચનાઓ કે રૂપ બનાવી (વિકુવી) શકે છે. એટલા માટે દેવે સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્યો કહેવાય છે. પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. પ્રતિહારઃ સુરતિનિયુત્તિ देवास्तेषां कर्माणि प्रातिहार्याणि ।
પ્રાતિહાર્ય' શબ્દ ઉપરથી પ્રાકૃતમાં પડિહેર” શબ્દ આવ્યો. પાડિહેરના ત્રણ અર્થે કરવામાં આવે છેઃ (૧) દેવતાકૃત પ્રતિહારકર્મ, (૨) દેવતાકૃત પૂજાવિશેષ અને (૩) દેવનું સાન્નિધ્ય.
બૌદ્ધધર્મમાં પણ પ્રાતિહાય શબ્દ વપરાયેલ છે. વિનયપિટકના મહાવર્ગી” ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણાવવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાર્ય એટલે એક પ્રકારને દૈવી ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલે અર્થ કરવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગે તેમાં ટાંક્વામાં આવ્યા છે.
દેવ સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં તીર્થકર પરમાત્માને પ્રભાવ કે અતિશય જ રહેલે હોય છે. દેવો ભલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org