________________
જેન સાહિત્ય સમારેહ-ગુછ ૪.
તૃતીય બેઠક :
સેમવાર, તા. ૨૧મી માર્ચ, ૧૯૯૪ના રોજ સવારના, સાડા નવ વાગે ઉપાશ્રય ખંડમાં તૃતીય અને અંતીમ બેઠક મળી હતી જેમાં નીચેના વિદ્વાનોએ પિતાના નિબંધે રજૂ કર્યા હતા. અવધિજ્ઞાન :
ડો. રમણલાલ ચીમનલાલ શાહે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે જેનધર્મમાં જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર બતાવ્યા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. જીવ ચાર પ્રકારના ઘાસિકમને સર્વથા ક્ષય કરે ત્યારે તેને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, જે મુક્તિ અપાવે છે. જ્ઞાનવરય કર્મના ક્ષયપક્ષમ અનુસાર જીવને મતિ, ભુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન થાય છે. અવધિ એટલે મર્યાદા. સ્થળ અને કાળની અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને આમ પ્રત્યક્ષ કરવાની શક્તિ તે અવધિજ્ઞાન છે. આંખ અને મનની સહાય વગર કેવળ આત્મભાવે રૂપીપદાર્થને જોવા જાણવા તે અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાન બે પ્રકારના છે: ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. દેવે અને નરકગતિના જીવને અવધિજ્ઞાન જન્મની સાથે થાય છે. મનુષ્ય અને તીય અને અવધિજ્ઞાન ગુણવિકાસ દ્વારા થાય છે. તીર્થંકર ભગવાનને અવધિજ્ઞાન જન્મથી થાય છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હિમાન, પ્રતિપતિ અને અપ્રતિપતિ એવા પ્રકારે પણ અવધિજ્ઞાનમાં બતાવવામાં આવે છે. અવધિજ્ઞાની જીવ વર્તમાન સમય ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ પિતાની સ્થળ કાળની મર્યાદા અનુસાર રૂપી પદાર્થોને જોઈ શકે છે. અવધિજ્ઞાન સમક્તિ જીવને તથા મિથ્યાવીને પણ હોઈ શકે છે. મિથ્યાત્વીના અવધિજ્ઞાનને વિલંગ જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે તે મલિન પ્રકારનું હોય છે. મન:પર્યાવજ્ઞાન, અવધિજ્ઞાન કરતાં ચઢિયાતું છે. કારણ કે તે ફક્ત સમકિતી જીવોને જ થઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org