________________
૨૮
જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ છે
પણ છે એ વાતનું સમાધાન થતાં ગૌતમસ્વામીએ પરમાત્માનું શરણું સ્વીકાર્યું હતું. ભગવાને જ્ઞાનના મહાસાગરમાંથી તેમના શિષ્યોને ખોબો ભરીને તત્વ આપ્યું. તેમના સમર્થ શિષ્યોએ તેમાંથી એક બિન્દુ જેટલું ગુયું અને ભાવનાને પ્રરૂપેલ તે તત્વ આ સમયે આપણી પાસે તુષાર જેટલું રહ્યું છે તે પણ એ તીર્થંકર પરમાત્માની વાણી હેય સૌ માટે કલ્યાણકારી છે. શ્રી મહાવીર સ્વામીને નિર્વાણ પછીના ૫૦૦ વર્ષના ગાળામાં વાચક ઉમારવાતિ મહારાજ થયા. તેમણે ઘણાં ગ્રન્થો રચ્યાં. આટલા પ્રકાંડ વિદ્વાન હોવા છતાં તેઓ બિલકુલ નિરાભિમાની હતા. એ તે હંમેશા કહેતા કે હું તો ભાઈ જ્ઞાનના અગાધ મહાસાગરના કિનારે બેઠો છું. અને એકિનારેથી રતનો વિણને તમને આપું છું. તેમની કેવી વિનમ્રતા. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રન્થ રચી જૈન ધર્મને ઉદ્યોત કર્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશવિજયજી મહારાજ જેવી કેટકેટલીય મહાન વિભૂતિઓએ પિતાના અપૂર્વ જ્ઞાન તેજના અજવાળા પાથરીને આ જગત ઉપર કેટલે મોટે ઉપકાર કર્યો છે. અન્ય નિબંધ :
તત્ત્વજ્ઞાન વિભાગની આ બેઠકમાં ઉપરોક્ત નિબંધોની રજૂઆત ઉપરાંત શ્રી હસમુખ શાંતિલાલ શાહે સમક્તિ એટલે શું ? કેવી રીતે ? શા માટે ? એ વિષય પર અને શ્રી હરેશકુમાર અરુણભાઈ જોશીએ જેનધર્મમાં લેશ્યા' એ વિષય પર પિતાના અભ્યાસપૂર્ણ નિબંધ વાંચ્યા હતા.
આ ઉપરાંત તત્ત્વજ્ઞાન વિભાગ માટે ડો. રમેશચંદ્ર ચુનીલાલ લાલન (મુંબઈ), ડે. કોકિલાબહેન શાહ (મુંબઈ), શ્રી રોહિત શાહ (અમદાવાદ), મુનિશ્રી હંસ (અમદાવાદ), ડે. મણિભાઈ પ્રજાપતિ (દ્વારકા), શ્રીમતી સુધા પ્રદીપ ઝવેરી (ભૂજ), કુ. હર્ષિકા રમણિકલાલ દોશી (જામનગર), કુ. જ્યોતિ પ્રતાપરાય શાહ (ભાવનગર),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org