________________
અગિયારમે જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ : પન્નાલાલ ૨. શાહ
-
પાટણના પરિસરમાં આવેલ ચારૂપ તીર્થમાં સંવત ૨૦૪૫ના આ સુદ પહેલી અને બીજી એકમને શનિવાર અને રવિવાર અનુક્રમે તા. ૩૦મી સપ્ટેમ્બર અને ૧લી ઓકટોબર, ૧૯૮૯ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે પૂ. મુનિશ્રી જંબૂવિજ્યજી મહારાજની નિશ્રામાં અગિયારમે જૈન સાહિત્ય સમારોહ જવામાં આવ્યા હતા. આ સમારોહનું ઉદ્ધાટન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાનિકે કર્યું હતું. આ સમારોહ માટે શ્રી લાલજીભાઈ વેલજીભાઈ એન્કરવાલાના દ્રસ્ટીઓ શ્રી દામજીભાઈ અને જાદવજીભાઈ એન્કરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આર્થિક સાગ સાંપડ્યો હતે. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવે તેવાં કાર્યોની ઝાંખી :
પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે નમસ્કાર મહામંત્ર અને અન્ય કોના પઠનથી આ સમારોહનું મંગળાચરણ કર્યા બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી શાંતિલાલ ટોકરશી શાહે, ભૂજ, અમદાવાદ, વલભવિદ્યાનગર, સુરત અને મુંબઈ આદિ વિવિધ સ્થળોએથી આ સમારોહમાં ભાગ લેવા પધારેલા વિદ્વાને, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ–ભાવકોનું સ્વાગત કરતાં આ સંસ્થા દ્વારા જિનાગમ અને સાહિત્ય પ્રકાશનની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવે તેવાં કાર્યો
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org