________________
જૈન સાહિત્ય સમારોહ-ગુરછ કે
ધૂળધોયાં જેવું અને અતિ પરિશ્રમભર્યું સંશાધનકાર્ય :
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂજ્ય મુનિશ્રી ધર્મધુર, ધરવિજયજી મહારાજ સાહેબે જૈન સાહિત્ય સમારોહની આજની ભૂમિકાને અંકુર સાથે સરખાવી હતી અને તેમાંથી વટવૃક્ષ પાંગરે એવી મનેકામના વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે આપણે ત્યાં શ્રુતજ્ઞાનની પરંપરા હતી. બુદ્ધિની મંદતા, દુષ્કાળ આદિ કારણથી તેમાંથી ઘણું કાળગ્રસ્ત થતું ગયું. એટલે વીર નિર્વાણના આશરે નવસે વર્ષો બાદ દેવધિ ગણુ ક્ષમાશ્રમણે સૌ પ્રથમ આગમ સાહિત્યને વલ્લભીપુરમાં પુસ્તકારઢ કર્યું. વર્તમાનમાં મુદ્રિત આગમ ગ્રંથની પરંપરા, ઘણું વિરોધની વચ્ચે, પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિએ શરૂ કરી. શ્રતશીલવારિધિ આગમ-પ્રભારક પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે જેસલમેર, પાટણ, લીબડી આદિના જ્ઞાન ભંડારોની હસ્ત. પ્રતની તપાસ કરી, ઘણું મુશ્કેલીઓ વચ્ચે સંશોધનની નવી પરિપાટી. વિક્સાવી અને તે અંગેની નિયમાવલિની પરંપરા દઢ કરી. એક
આગમ ગ્રંથની પસંદગી કરી, અલગ અલગ જ્ઞાન ભંડારમાંથી હસ્તપ્રતે મેળવી, એની પરંપરા શું છે, બે હસ્તપ્રતિ વચ્ચેના અંતરની કાચી નોંધ, પાઠાંતરા અને ટીકાના પાઠ–અભ્યાસ પરથી મૂળ પાઠ નક્કી થાય એવી ન્યાયયુક્ત પદ્ધતિનું એમણે અનુસરણ કર્યું. કાળક્રમે પરંપરા બદલાતી જાય તો તે પસંદ કરવાની અને પસંદગીનાં કારણે નિશ્ચિત કરવાની ચાર–પાંચ દૃષ્ટિ છે તે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે કઈ રીતે પ્રસ્થાપિત કરી તેને તેમણે ખ્યાલ આપ્યો હતો. શુદ્ધિ-અશુદ્ધિ અને વ્યાકરણની દૃષ્ટિએ પાઠાંતરે આપવામાં આવે. આ બધું ધૂળધેયાં જેવું અને અતિ પરિશ્રમ માગી લે તેવું કાર્ય છે એમ તેમણે સમજાવ્યું હતું. શસ્રો સરકારને અને શાસ્ત્રો સાધુને :
જેમની પાવન નિશ્રામાં આ સમારોહ યોજાયે છે તેવા ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org