________________
નવમે જેન સાહિત્ય સમારોહ
તેમણે રચેલા સ્તવને, સજઝાયો, રાસાઓ વગેરેમાં ભાવ લાલિત્ય, અથ ગાંભીર્ય, ભાષાની સચોટતા અને રસ પરિપૂર્ણતા જોવા મળે છે. યુવાને અને ધર્મસંસ્કાર
આ બેઠકમાં પિતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા શ્રી ખરતરગચ્છના પૂ. વિદ્વાન મુનિશ્રી મણિપ્રભસાગરજી મહારાજે જણાવ્યું હતું કે જેન સાહિત્ય સમારોહની આ પ્રવૃત્તિ જોઈ ખૂબ જ આનંદ થયો છે. આજના યુવાનોમાં જે આપણે ધર્મસંસ્કાર ટકાવી રાખવા હશે તે સાહિત્ય સમારોહ જેવા કાર્યક્રમોને વધુ વેગ અને સહયોગ આપવો જ પડશે અને તેથી જ આવા સમારોહ વારંવાર જાતા રહે તે જરૂરી છે. ગુજરાતમાં જ જતા આ કાર્યક્રમને હવે રાજસ્થાનમાં પણ લાવવાની જરૂર છે. ત્યાંની પ્રજાને પણ આવી વિશિષ્ટ સાહિત્ય પ્રવૃત્તિનાં દર્શન કરાવવાની આવશ્યકતા છે. સાહિત્ય : માનવ મનની સંજીવની :
સાહિત્ય વિભાગની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મનનીય પ્રવચન આપતાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોદેવસૂરિજી મહારાજે જણુવ્યું હતું કે સાહિત્ય વિભિન્ન પ્રજા વચ્ચે સેતુ બની શકે છે અને અત્રી બંધાવી શકે છે. સાહિત્ય માનવ મનનું વિવિધ રીતે ઘડતર કરનારી સંજીવની છે. દેશની મહત્તા કે મહાનતા તેની ધનસંપત્તિ કે અન્ય સમૃદ્ધિથી અપાતી નથી; પણ તેની પાસે સાહિત્ય—નામની સમૃદ્ધિ કેવી છે, કેટલી છે તે ઉપરથી મપાય છે. વિશ્વના ચેકમાં ઉન્નત મસ્તકે ઊભા રહી શકીએ તેવો વિશાળ સાહિત્યને ખજાને, વારસે આપણને મળે છે. એ વારસાનું આપણે જતન કરીએ અને તેને સદુપયોગ કરતા રહીએ તે ભાવિ પ્રજાને મેગ્ય માર્ગે વાળી શકીએ.
જેની દષ્ટિએ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. એક સમ્યકૃત અને બીજુ મિથ્યા મુત. સમ્યગૂ શ્રુત એટલે સાચી દિશા બતાવતું જ્ઞાન
ના અહિ મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org