________________
૨૨
જેન સાહિત્ય સમારોહ-ગુર૭ મે
સંગ્રહાયેલી છે. આપણું જ્ઞાનના આ અમૂલ્ય વારસા તરફ આપણે ઓછું લક્ષ આપીએ છીએ. મારા સંસારી પિતાશ્રી અને ગુરુદેવ પૂ. ભુવનવિજયજી મહારાજ કહેતા કે જેનેએ શસ્ત્રો સરકારને અને શાસ્ત્રો સાધુને સોંપ્યા છે. આપણે દરદાગીનાની જેટલી સંભાળ રાખીએ છીએ, વેપારધંધામાં જેટલી કાળજી રાખીએ છીએ તેટલી કાળજી જે જ્ઞાનભંડારાની અને તે દ્વારા જ્ઞાનપ્રાપ્તિની રાખતા થઈ જઈએ તો જૈનધર્મને વિશ્વમાં વધુ યશજજવલ અને વધુ ઉન્નત બનાવી શકીએ. પરમાત્માની વાણીને પ્રસાર અને પ્રચાર :
જૈન ધર્મની ત્યાગભાવનાના સાક્ષાત પ્રતીકરૂપ જોધપુરથી પધારેલા પૂ. હરીમલ પારેખે પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું હતું કે અસાર આ સંસારના દુઃખોથી મુક્ત થવા માટે તીર્થંકર પરમાત્માએ સમય સમય પર પિતાની અમૃતવાણું વહેવડાવી આ સૃષ્ટિ પર પરમ ઉપકાર કર્યો છે, અને એથી જ એ પરમાત્મા પ્રણિત ધર્મ અને જ્ઞાનની પ્રભાવના કરવી એ આપણું સોની ફરજ બની રહે છે અને એમણે બતાવેલા ઉત્કૃષ્ટ માગે બધાને સુલભ અને સુગમ થાય તેવા પ્રયત્ન કરવા એ આપણું સૌનું કર્તવ્ય બની રહે છે. આવી મહાન લકત્તમ વિભૂતિઓના વિચારે કઈ સંપ્રદાય અથવા અન્ય કોઈ સંકુચિત મનોવૃત્તિમાં બાંધી લેવા હિતાવહ નથી. કારણ કે તેમનાં આપ્તવચને તે કોઈ પણ પ્રાદેશિક જાતિ, લિંગ, ભાષા અને અન્ય ભેદભાવથી પર હાઈ સૌને માટે કલ્યાણકારી છે. સાહિત્ય એક એવી કડી છે કે જે ભિન્ન ભિન્ન સંપ્રદાયોને તેમાં જોડી એક મંચ પર લાવે છે. સાહિત્યકારોને આશય કોઈ પણ પૂર્વગ્રહ કે ગ્રથિથી મુક્ત રહીને સાહિત્ય સર્જવાનો હોવો જોઈએ. સાચા જૈનત્વની પ્રાપ્તિ ;
આ સમારોહના પ્રમુખસ્થાનેથી મનનીય પ્રવચન આપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org