Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૭૮
(૩) એષણા સમિતિ દેષ રહિત આહાર પાણી લેવા તથા વિચાર કરીને તે લેવાં મૂકવાં જોઈએ.
(૨૨) (૪) આદાન-ભંડ-મત્ત-નિક્ષેપણ સમિતિ – પૌષધમાં લેવાનાં ઉપકરણો (આસન, શયન, વસ્ત્ર, પાત્ર, વગેરે) દષ્ટિથી બરાબર દેખી શકાય તેવા સમયે, જયણાપૂર્વક પ્રમાર્જન કરવું, અથવા કેઈપણ ચીજ વસ્તુ ચિત્ત રાખીને લેવી મૂકવી જોઈએ. આ ચેથી સમિતિ જાણવી. હવે પાંચમી સમિતિ હૃદયમાં વિચારીએ. (૨૩)
(૫) પારિકા પનિક સમિતિ દસ ગુણ હોય તેવી Úડીલ ભૂમિ -પરઠવવાની જગ્યા લેવી જોઈએ જ્યાં જીવની વિરાધના-નાશ થાય નહીં. લઘુનીતિ, વડીનીતિ વગેરે (મળ, મૂત્ર, કફ વગેરે) જીવ વિનાની ભૂમિમાં પરઠવવાથી પાંચમી સમિતિનું પાલન થાય છે. (૨૪)
(૬) મને ગુપ્તિ ઃ મનમાં આર્તધ્યાન (કુટુંબ વગેરેનું ચિંતવન) તથા રૌદ્રધ્યાન પર ની વિરાધનાનું ચિંતન)નો ત્યાગ કરવો અને મનને વિષે સર્વ જીવ પર સમભાવ રાખવે-સંક૯પ વિકલ્પને ત્યાગ કરવો. આવી રીતે હંમેશાં ચિત્ત રાખે તેને જૈન દર્શનમાં મનગુપ્તિ
(૭) વચનગુપ્તિઃ મૌન ધારણ કરવું અને હાથ કે આંખના ઈશારા વડે પણ વહેવાર કરવો નહીં, તેમજ હુંકારા-ખોંખાર આદિ અવાજને પણ ત્યાગ કરે. આને સુગુરુ મહારાજ સ્વમુખે વચનગુપ્તિ કહે છે તે પ્રમાણે મેં જાણ્યું છે.
(૨૬) (૮) કાયગુપ્તિઃ દુસ્સહ એટલે દુઃખથી સહન થાય તેવા આકરાઘણું કઠણ ચાર પ્રકારના (દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરેથી થતા તથા દ્રવ્ય, ક્ષેત્રાદિક વગેરેથી થતા) ઉપસર્ગ, તથા (ભૂખ, તરસ, ગરમી, ઠંડી, વગેરે) પરિસહ મેરૂપર્વતની માફક અડગ રહીને-નિશ્ચળ રહીને સહન કરે, તથા શરીરને વસરાવીને કાઉસ્સગ કરે. આને શ્રી જિનેશ્વર પરમાત્મા કાયગુપ્તિ કહે છે. (આ આઠે આચાર ન પાળવાથી અતિચાર લાગે છે.)
(૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org