Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૦૮
૮. આત૫ત્ર અથવા છત્રઃ સમવસરણમાં પ્રભુના મસ્તક ઉપર શિરદ ઋતુના ચંદ્ર જેવા ઉજવળ અને મોતીના હારેથી સુશોભિત ત્રણ ત્રણ છત્રે દેવતાઓ ઉપરા ઉપરી રચે છે. કુલ ૧૨ છત્રે થાય.
અતિશય એટલે ઉત્કૃષ્ટતા. વિશિષ્ટ ચમત્કારવાળા ગુણ ચાર છેઃ (પ્રભુના ચેત્રીશ અતિશયમાં ચાર મૂળ અતિશય છે તે જુદા છે.)
૯. અપાયાપરામ અતિશયઃ (અપાય-ઉપદ્રવ, અપગમ=નાશ) આ અતિશયના બે પ્રકાર છે. (૧) પરાશ્રયી અને (૨) સ્વાશ્રયી.
(૧) પરાશ્રયી અપાયાગમ અતિશય : જ્યાં પ્રભુ વિચરે ત્યાં પારકાના ઉપદ્રવ નાશ પામે સમવસરણની દરેક દિશામાં સવાસે જન સુધી પ્રાયઃ રોગ, મરકી, વેર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવ થાય નહીં.
(૨) સ્વાશ્રયી અપાયાપગમાં અતિશય પિતાના ઉપદ્રવને દ્રવ્યથી અને ભાવથી નાશ. દ્રવ્યથી અપાય-એટલે પ્રભુને સર્વ રેગ સર્વથા નાશ થયા છે. ભાવથી અપાય એટલે ૧૮ પ્રકારના નીચેના અત્યંતર ઉપદ્રવ પણ પ્રભુને સર્વથા હોતા નથી ?
(૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભેગાતાય, (૪) ઉપભેગાંતરાય (૫) વીયતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) શોક (૧૧) દુગંછા (જુગુપ્સા, નિંદા) (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ (૧૮) દ્વેષ.
(૧૦) જ્ઞાનાતિશય : આ અદ્ભૂત ગુણથી ભગવાન લેક–અલ કનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે. કેવળજ્ઞાનથી કાંઈ પણ અજ્ઞાત રહી શકતું નથી.
(૧૧) પૂજાતિશાય? આ અદ્ભૂત ગુણથી તીર્થકર સર્વને પૂજ્ય છે. રાજા, વાસુદેવ, બળદેવ, ચક્રવત, દેવતાઓ તથા ઇદ્રો વગેરે પ્રભુને પૂજે છે અથવા પૂજવાની અભિલાષ રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org