Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫૫
શારીરિક ત્રાસ નુકસાન ન થાય તેવી સ્વદેશી રમતને વિચાર કરવા જે લાગે છે જ.
પારિષ્ઠાપનિકા સમિતિ અમદાવાદ જેવા શહેરમાં ઉપાશ્રયના વહીવટદાર તથા ટ્રસ્ટી શ્રાવક ભાઈઓએ આ બાબતને ખાસ તાત્કાલિક પ્રબંધ કરવા જે છેઃ માત્રુ, ગદુ તથા કા૫નું પાણી, વગેરે પરઠવવા માટે ઘણું ઉપાશ્રયમાં ખાસ કરીને સાધુજીના ઉપાશ્રયમાં ગોઠવણ થયેલી જણાય છે પરંતુ હજુ પણ સાધ્વીજીઓ નરી જડતાથી પિળમાં, ઉપાશ્રય આગળ, પિળના ખુણે ખુણે અથવા ખુલી સડક ઉપર માત્રુની કુંડીઓ તથા ગંદા પાણીની ડેલે તથા કથરોટો રેજ પરઠવે છે જે આરોગ્ય વિરૂદ્ધ તથા ત્રાસદાયક (ન્યુસન્સ) છે, એટલું જ નહિ પણ શાસનનું અહિત. કરે છે કેમકે પરધર્મીએ તથા જૈન ધર્મીઓ પણ આ ગંદી પ્રથાને તિરસ્કારે છે અને ધર્મની નિંદા તથા ધૃણા કરે છે. વધુ લખવા જેવું છે ખરું? આપ જ વિચારે. *
* જૈન ધર્મના ત્રણ તત્ત્વ (૧) સુદેવ નું વર્ણન મેળુણું સૂત્રમાં છે. અઢાર દોષ રહિત વીતરાગ પ્રભુના ગુણે સુંદર રીતે દર્શાવ્યા છે. પ્રસંગોપાત જ્યારે
જ્યારે સૌધર્મ-ઇંદ્ર ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે આ પાઠ બેલે છે તેથી તે સૂત્રનું બીજું નામ શક (ઇદ્ર) સ્તવ (સ્તુતિ) કહેવાય છે. ઇંદ્ર આ સૂત્ર નમે જણાણે જિઅ-ભયાણું સુધી (ગાથા ૯) બેલે છે.
(૨) સુગુરુ નું વર્ણન પંચિંદિય સૂત્ર–ગુરુ રથાપના સૂત્રમાં છે. તેમાં આરંભ પરિગ્રહ રહિત ગુરુ મહારાજ કેવા હોવા જોઈએ તેમના ૩૬ ગુણોનું વર્ણન છે,
(૩) સુધર્મ: અહિંસા પરમ ધર્મ : દયા, કરૂણા અનુકંપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org