Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧ee
આ લખાણને સારાંશ-હેતુ એ છે કે જૈન સંઘના ચારે વિભાગે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શ્રી વીતરાગ પરમાત્માની મૂળ આજ્ઞા અને તેના મુલ્ય લક્ષમાં રાખી, જૈન ધર્મને પ્રચાર અને પ્રભાવના થાય તેવા કાર્યો શ્રદ્ધા, વિવેક અને ક્રિયાથી કરે. શા માટે નજીવી બાબતમાં જડતા અને ચુસ્તતા રાખે ? ભેગા મળે, આધ્યાત્મિક વાતો કરે અને ભ્રાતૃભાવના ઉભી કરે તે જ ખરે સાધર્મિક ધર્મ બજાવ્યો કહેવાય. એમ અમે માનીએ છીએ.
શ્રી શાસનદેવ જૈન ધર્મની એકતા થાય તેવી ચતુર્વિધ સંઘને સબુદ્ધિ આપે !!
અતિ સર્વત્ર વર્જયેત કઈ પણ વસ્તુ વધુ પડતી કરવી નહિ એ એક સુવર્ણ નિયમ છે અને તે જીવનના દર્દક ક્ષેત્રમાં લાગુ પડે છે. ધર્મ ક્ષેત્ર તેમાં અપવાદ કેમ હોઈ શકે ! પ્રભુજીને અષ્ટ પ્રકારી પૂજા કરવામાં તથા ભવ્ય આંગી. વગેરેમાં વિવેક બુદ્ધિની જરૂર જણાય છે. દ્રવ્યપૂજા ભાવપૂજાની ઘાતક હોવી જોઈએ અને તેથી વીતરાગતા કેળવાય તેવી ભાવના આવવી જોઈએ. ડમરે ઉગાડવામાં ઘણી જીવાત થાય છે. પુ૫ પાંખડી જયાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય.’ _ હજજારે, લાખે ફૂલોની આંગી થતી જોવાય છે ત્યાં ઉપરની દૃષ્ટિ હોવી જોઈએ. અહિંસા પરમો ધર્મ છે. સવારે પૂજારી આંગી. ઉતારે ત્યારે ઘણું કીડી કંથવા વગેરે જીવાત દેખાય છે. આ બાબત ઘણું જ વિચારણીય છે.
ચિંતન કણિકા દરરોજ મનન કરવા જેવું
અહિંસા પરમો ધર્મ હું મારા આત્માના – અંતરાત્માના અવાજને દબાવી. જૈન ધર્મના સિદ્ધાન્ત વિરૂદ્ધ કામ કરૂ છું ખરે?
શ્રાવકપણામાં અથવા સાધુપણામાં.
હું દરરોજ કંઈને કંઈ “ધરમ” કરું છું તે ખરેખર ધરમ છે કે કેમ? દંભ, આડંબર, બાહ્ય દેખાવ માટે છે કે આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org