Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૭૮
જૈન
આપણે જ્ઞાનમાળામાં જૈનની વ્યાખ્યા શીખ્યા છીએ. સઃ જૈન કાને કહેવાય ? જ: શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય. રાગ– 1-દ્વેષ વિજેતા શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલા ધમ તે જૈન ધર્મ અને તે ધર્મના સિદ્ધાન્ત અનુસરે તે જૈન. હવે આપણે જૈન ધર્મોમાં શું જોઈ એ છીએ ?
ગચ્છના ભેદ અહુ નયન નિહાળતાં તરત દેખાય છે, પરંતુ ઇતિહાસ એ મુખ્ય વિભાગની નોંધ લે છેઃ શ્વેતાંબર તથા દિગંબર. બન્ને વિભાગ જૈન છે કેમકે અને પોતાની માન્યતા પ્રમાણે, પેાતાના જ્ઞાનના ઉઘાડ પ્રમાણે, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા માનવાને દાવે કરે છે અને પેાતાની માન્યતા પ્રમાણે કિયા-વિધિ કરી અમે જૈનધમ પાળીએ છીએ તેમ પેાતાના અંતરાત્માને હસાવે છે, આ! વિભિન્ન દશામાંથી બન્ને પક્ષના સકુચિત જેને જાત જાતના અઘડા, કલહ, કજીયા, કંકાસ તથા કાયદાબાજી કરી જિનશાસનની અવહેલના કરે જાય છે. શ્રી વીતરાગ પરમાત્મા એક હોવા છતાં દાવાદુવી કરી જૈન ધની બદનામી થાય તેવાં કાર્યાં કરતાં પણ શરમાતા નથી અને દલીલ માજીને ચેાપાનીયાં, અખબારો વગેરે સાધને! મારફત પ્રચાર કરી પેાતાને સત્યધમી ગણાવી, બીજાને ઉતારી પાડવાના--કાદવ ફેંકવાના પ્રયત્ના ચાલુ રહ્યા છે જાણે પાતે બીજા ઈન્દ્રભૂતિ ન હેાય ! મમત, અહ ંભાવ, હાસાતુ ંસી, વગેરે કષાયાને હૃદયમાં પાળી પોષી મોટા કરી પેાતાના સમુદાયના નિકે મારફત અફડાતફડી ચાલે છે જે વિચારકામાં ઊડા ખેદ અને દુઃખ ઉત્પન્ન કરે છે.
જૈન ધમ સમભાવના ધર્મ છે સમતાના ધર્મ છેઃ ધીરજથી સહન કરવાના ધર્મ છે: સમન્વયના ધમ છે. અનેકાંતવાદ-સ્યાદ્વાદના ધ છે. આ મુખ્ય મુદ્દો ભૂલી જઈ, રાજકારણની માફક પક્ષાપક્ષીમાં પડી, આપણા સંઘ જૈન ધર્મીને કયાં લઈ જવા માગે છે ? આપણે શા માટે ચલાવી લઇએ? શા માટે સહન કરીએ ? અમારા હક્ક, માલીકી ભાવ જાણે ધર્મોના સ્થંભ નહાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org