Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૭.
અમેરીકા ઉપચાર કરાવવા જાય છે અને ત્યાંની ધરતી ઉપર દેહ છેડે છે. “જે જાયું તે જાય.'
શ્રી વીર પ્રભુના સિદ્ધાન્ત યાદ રાખી જેમ સાધુ-સાધ્વીના કાળ સમયે આપણે રડવા-કુટવાનું કરતા નથી તેમ આજના મૃત્યુ પ્રસંગે પણ આત્માને સમજાવી, આર્તધ્યાનમાં ન પડાય તેમ વિચારવાની ખાસ જરૂર છે. | દિલગીરીની વાત તો એ છે કે ધાર્મિક વૃત્તિના સી પુરુષે ખાસ કરીને સ્ત્રીઓ જેઓ જીવન દરમિયાન સામાયિક, પિસહ, પ્રતિકમણ, ઉપવાસ, અઠ્ઠાઈ, આંબેલની ઓળી, ઉપધાન વગેરે તપ કરે છે તેઓ પણ આ પ્રસંગે “આત્મા કરતાં “રિવાજ” ને મહત્વ આપી રડારોળ કરે છે અને અદ્દભૂત વાત તે એ છે કે કુટવાનું માત્ર સ્ત્રીઓને જ હોય છે! એમ કહી શકાય કે ધર્મ રૂપી ખેરાક આત્મામાં ગયે છે ખરો પણ પચ્ચે નથી. તેથી આપણે ધાર્મિક જ્ઞાનને પચાવી, કેટલાક હિંદુઓમાં મરણ સમયે ભજન-કીર્તન કરવાને રિવાજ છે- કાણુ મિક્ષણ” બંધ રાખી ગરૂડ પુરાણું બેસાડવાને રિવાજ છે તેવી ધર્મ ભાવનાને અનુકૂળ વ્યવસ્થા સમાજે વિચારવી જોઈએ જેથી મૃતકના આત્માને ખરેખરી પરમ શક્તિ મળે છે આપણુ દરેકની ભાવના હોય છે.
મૃતકની પાછળ ધર્મ ભાવનાથી આંગી-પૂજા વગેરે કરવાને રિવાજ છે તે વિષે કંઈ કહેવાનું નથી પરંતુ કપરો કાળ હેય ત્યારે આપણે આત્માને સમજાવીને આર્તધ્યાને દૂર કરી, ધર્મધ્યાન અપનાવવું જોઈએ અને રડવા-કુટવાના રિવાજને તિલાંજલિ આપવી જોઈએ એમ અમારું નમ્ર માનવું છે. આપણા ધર્મગુરુઓએ પણ વ્યાખ્યાન દરમિયાન આ બાબત ઠસાવવા જેવી છે જેથી આ કુરિવાજ ” જડમૂળથી નાબૂદ થાય.
અરિહંત વીતરાગ પરમાત્મા આપણને ધર્મધ્યાન તરફ હિંમત, ધીરજ, સદ્દબુદ્ધિ આપે એવી નમ્ર પ્રાર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org