Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 191
________________ ૧૭૬ આ પુસ્તકમાં સમગ્ર લખાણ શુદ્ધ બુદ્ધિથી, ફક્ત જૈન શાસનની પ્રભાવના થાય તે હેતુથી અને જૈન ધર્મ તેનું પ્રાચીન ગૌરવ પ્રાપ્ત કરે તેવા ભાવનાની પ્રેરાયું છે એમ અમે નમ્રતાપૂર્વક કહીએ છીએ છતાં પણ કંઈ પણ વિચિત્ર, વિરૂદ્ધ કે વિવાદ જેવું ભાગે તે શ્રી વીરના અનુયાયી વાચક વિશાળ દિલથી અને ઉદાર મનથી સહિષ્ણુતા. ભાવ રાખશે તેવી પ્રાર્થના તથા અભ્યર્થને છે. સવિ જીવ કરૂં શાસન રસીઃ મિચ્છામિ દુક્કડં ઈચ્છામિ સુક્કડ. 도 5 રડવા-કુટવાને રિવાજ આજથી લગભગ પચાસેક વરમાં પહેલાં અમારા એક જૈન સિક્ષકે આ “કુરિવાજ” ઉપર એક લેખ લખેલે તે પછી તે સાબરમતીમાં ઘણું પાણી વહી ગયાં છે પરંતુ આ કુરિવાજ સમાજમાં જડ ઘાલીને હજુ પણ ચાલુ જ રહ્યો છે. આ એક લાગણી જન્ય વિષય છે અને તે વિષે કાંઈ વિશેષ ન કહેવું જોઈએ. કોઈ પણ મરણ દુઃખદાયક છે જો કે આધ્યાત્મિક દૃષ્ટિએ ન હોવું જોઈએ. લગભગ આપણે બધા આપણા અંતરાત્માથી જાણીએ છીએ કે ધાર્મિક દૃષ્ટિએ રડવું–કુટવું એ ધર્મ ભાવનાની વિરૂદ્ધ છેઆર્તધ્યાન છે જેનાથી મૃતક આત્માને દુઃખ થાય છે એમ મનાય છે અને રડનાર-કુટનાર મહા દોષમાં પડે છે. અજ્ઞાનને લીધેમેહને લીધે આ દેષમાં પડાય છે. જન્મ અને મરણ-સંસારની ઘટમાળ-કર્મના અને પુનર્જન્મના સિદ્ધાન્ત પ્રમાણે ચાલ્યા જ કરે છે અને આત્માને મેક્ષ ન થાય ત્યાં સુધી અનંતકાળ ચાલ્યા કરશે. જન્મતાવેંત, અગર, બે, પાંચ, પચીસ, પચાસ કે એક સે વર્ષે પણ જન્મેલાનું મૃત્યુ નકકી જ છે તેમાં મીન મેખ નથી, કેટલાક મરવાની અણીએ વિલાયત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196