Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૭૧
( છઠ્ઠી ઢાળ) ( આ છઠ્ઠી ઢાળ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એક સુંદર નમુને છે અને મુનિ–કવિશ્રીએ ઘણી બધી લોકપ્રિય ઉપમા આપી કેવલી શ્રી ગૌતમસ્વામિની અદભુત્ પ્રશંસા કરી છે અને આપણને શ્રી ગૌતમસ્વામિની ભક્તિ કરવાથી આજીવન લીલા લહેર થાય અને શાશ્વત સુખ મળે તે આશય વ્યક્ત કરી કાવ્ય સંપૂર્ણ કર્યું છે.)
જેમ આંબાના વૃક્ષ ઉપર કોયલ ટહુકા કરે, જેમ ફૂલના વનમાં સુગંધ મઘમઘે, જેમ ચંદન સુગંધનો ભંડાર છે. જેમ પવિત્ર ગંગા નદીનું પાણી મોજાને લીધે ઉછળે છે, જેમ સુવર્ણ મેરૂ પર્વત તેજથી ચમકારા મારે છે, તેમ સૌભાગ્યના ભંડાર શ્રી ગૌતમસ્વામિ શેભે છે.
૫૨ જેમ માનસ–સરેવરમાં રહેતા હંસ શોભે છે, જેમ ઉત્તમ દેવતાઓના મસ્તક ઉપર સુર્વણ-મુગટો શેભે છે, જેમ ખીલેલા બગીચામાં મેર શેભે છે, જેમ (રત્નાકર) સમુદ્ર રત્નથી ઝળકે છે, જેમ આકાશમાં તારાઓના સમુહ ચમકે છે, તેમ શ્રી ગૌતમસ્વામિ ગુણ રૂપી વનમાં શોભે છે !
૫૩... જેમ પુનમના દિવસે ચંદ્ર શોભે છે, જેમ કલ્પવૃક્ષના મહિમાથી જગત મોહ પામે છે, જેમાં પૂર્વ દિશામાં હજારે કિરણવાળો સૂર્ય શેભે છે, જેમ સુંદર પર્વતેમાં ગર્જના કરતા સિંહ શેભે છે, રાજાઓના મહેલમાં જેમ ગર્જના કરતા હાથી શોભે છે. તેમ જિન-શાસન-શણગાર શ્રી ગૌતમસ્વામિ શોભે છે. ૫૪
જેમ ઉત્તમ કલ્પવૃક્ષની ડાળીઓ શોભે છે, જેમ સંસ્કારી લેકના મુખમાં મધુર ભાષા શોભે છે, જેમ કેતકી ફૂલનું વન સુગંધીથી મઘમઘે છે, જેમ રાજાઓ બાહુબળથી ચમકે છે, જેમ જિન-મંદિરમાં ઘંટના રણકાર મધુર લાગે છે, તેમ શ્રી ગૌતમસ્વામિ લબ્ધિઓથી શેભાયમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org