Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૬૯
વીર પ્રભુને શ્રી ગૌતમસ્વામિ વંદન કરવા પધાર્યા, તથા ત્રણ લેકના નાથ જગત ગુરુના વચન સાંભળી (પિતાને કેવળજ્ઞાન ન થવાથી) પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ત્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ગણધર શ્રી ગૌતમસ્વામિને કહ્યું : હે ગૌતમ! તું ખેદ ન કર. છેવટે તે આપણે બન્ને એક સમાન સિદ્ધગતિ પામીશું.
૪૫ (પાંચમી ઢાળ) (આ પાંચમી ઢાળમાં વીર પ્રભુ ગૌતમસ્વામિને દેવશર્માને પ્રતિબોધવા મેકલે છે અને પ્રભુ પોતે આસો વદ અમાસની આગલી રાત્રીએ નિર્વાણ પામે છે–પરમપદ મોક્ષ પ્રાપ્ત કરે છે–ગૌતમસ્વામિને વિલાપ-અનેવિવેકથી સાચી સમજણ કે પ્રભુ તે વીતરાગ હતા--મારે હિરાગ ખોટો છે-એમ વૈરાગ્યમય ચિત્ત થતાં જ આસો વદ અમાસની પાછલી રાત્રીએ એટલે કારતક સુદ પડવેના પ્રભાત સમયે શ્રી ગૌતમસ્વામિને કેવળજ્ઞાન થયું.)
- પૂર્ણમાના ચંદ્ર જેવા ઉલાસવાળા શ્રી વીર જિનેન્દ્ર ભરતક્ષેત્રમાં ૭૨ વર્ષ રહ્યા થકાં વિચર્યા. દેએ રચેલા સુવર્ણ કમળ ઉપર પોતાના કમળ જેવા પગ મુકતાં મુકતાં શ્રી વીર પ્રભુ શ્રી ચતુર્વિધ સંઘ સહિત વિહાર કરતા. આવા આંખને આનંદ આપનાર દેવોથી પૂજાતા શ્રી વીર પ્રભુ પાવાપુરી (પાપ-પુરી) પધાર્યા. ૪૬
( પિતાને નિર્વાણ સમય નજીક જણી, શ્રી ગૌતમસ્વામિન દષ્ટિગ દૂર કરવાના હેતુથી) શ્રી વીર પ્રભુએ શ્રી ગૌતમસ્વામિને પાસેના ગામમાં દેશમાં નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલ્યા, અને તે દરમિયાન આપણા ત્રિશલા-નંદન શ્રી વીર પ્રભુ પરમ-પદ એક્ષપદ નિર્વાણ પામ્યા. દેવશર્માને પ્રતિબોધીને પાછા ફરતાં શ્રી ગૌતમસ્વામિએ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવા આવતાં દેવ-દેવન્દ્રોને જોઈને પ્રભુનું નિર્વાણ જાણ મુનિ શ્રી ગૌતમસ્વામિ મનમાં જુદા જુદા અવાજ થાય તેવે ખેદ કરવા લાગ્યા. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org