Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 178
________________ ૧૬૩ આ અવસપણ કાળના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરવામિ, કેવળજ્ઞાન પામ્યા પછી, ચતુર્વિધ સંઘ પ્રતિષ્ઠિત કરી, પાવાપુરી પધાર્યા. વીર પ્રભુની સેવામાં ચાર નિકાયના (૧. ભુવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ, ૪. વૈમાનિક) દેવ દેવેન્દ્રો હાજર રહેતા હતા. પાવાપુરીમાં દેએ સમવસરણું રચ્યું જેની ભવ્યતા જોઈ મિથ્યાષ્ટિવાળા લે કે ખેદ પામતા. ત્રણ ભુવનના ગુરુ શ્રી વીર પ્રભુ સમવસરણમાં દેએ વિકુલ સિંહાસન ઉપર બીરાજ્યા તેજ ક્ષણે મિહરાજ જાણે દિશાઓના છેડે ભાગી ગયા. ચાર કષાય-ક્રોધ, માન, માયા, (લેભ), તથા આઠ મદ ( જાતિમદ, કુળમદ, બળદ, અદ્ધિમદ, તપમદ, વિદ્યામદ, રૂપમદ, લાભમદ) તે પ્રભુને જોતાં જ, જેમ દિવસે ચિર નાસી જાય તેમ, નાસી ગયા. દેવતાઓ .કાશમાં રહ્યા છતાં સમવસરણ પાસે દેવદુંદુભી વગાડતા હતા કેમકે ધર્મના મહારાજા વાજતે ગાજતે ત્યાં આવી પહોંચ્યા હતા. ૧૦ દેવોએ ત્યાં ફૂલેની વૃષ્ટિ કરી. ચેસઠ ઈન્દ્રો પ્રભુ પાસે સેવા ચાચતા હતા. પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભતા હતા અને પ્રભુની બન્ને બાજુએ દેવે ચામર ઢાળતા હતા. આ પ્રમાણેનું જિનેશ્વરનું સ્વરૂપ જોઈ જગત મેહ પામતું હતું. ૧૧ પ્રભુની વાણી ઉપશમરસ-શાંતરસથી ભરપુર હતી જાણે મેઘ સમાન વરસતી ન હોય ! અને તે વાણું એક જન ભૂમિમાં સાંભળી શકાતી હતી. જોકે તે વાણીની પ્રશંસા કરતા હતા. જિનેશ્વર શ્રી વર્ધમાન સ્વામિને ત્યાં આવેલા જાણીને દેવે, મનુષ્ય, કિન્નરો તથા રાજાએ ત્યાં સમવસરણમાં આવવા લાગ્યા. ૧૨ પ્રકાશ પુંજથી ઝળહળતા દેવ દેવેન્દ્રોને આકાશમાં વિમાનમાં રણઝણાટ કરતાં આવતાં જોઈને, ઇન્દ્રભૂતિ ગૌતમ મનમાં વિચારવા લાગ્યા કે અમારા યજ્ઞ ચાલે છે તેથી દેવતાઓ આવતા જણાય છે. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196