Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫
પરંતુ તે દેવદેવેન્દ્રો તે છૂટેલા તીરની માફક, આનંદભેર, શ્રી વીર પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા. તે વખતે શ્રી ઈદ્રભૂતિ ગૌતમ અભિમાનપૂર્વક બેલવા લાગ્યા અને તે વખતે તેમનું શરીર કોધથી કંપવા લાગ્યું.
૧૪ અજ્ઞાની લો કે જાણતાં ન લેવાથી ગમે તેમ પ્રભુના વખાણ કરે પરંતુ બુદ્ધિશાળી દેવતાઓ આમ કેવી રીતે ભરમાઈ ગયા, ભેળવાઈ ગયા? મારાથી વિશેષ જાણકાર કોણ હોઈ શકે ? મને મે પર્વત સિવાય બીજી કઈ ઉપમા આપી શકાય ?
(વસ્તુ છંદ) કેવળજ્ઞાન પામીને, સંસારના લોકોને તારવા માટે, દેવાથી પૂજાતા પરવરેલા શ્રી વીર પ્રભુ પાવાપુરી (અ-પાપાનગરી) પધાર્યા, ત્યાં દેવેએ પરમ સુખ પ્રાપ્ત થાય તેવું સમવસરણ રચ્યું. શ્રી જિનેશ્વર પ્રભુ, જગતમાં સૂર્ય સમાન જ્ઞાનપ્રકાશ ફેલાવવા માટે, દેવોએ ચેલા સિંહાસન પર બેસી, ઉપદેશ આપવા લાગ્યા ત્યારે મનહર જયજયકાર સંભળાવા લાગ્યા.
(ત્રીજી ઢાળ) (આ ત્રીજી ઢાળમાં શ્રી ઈન્દ્રભૂતિ હુંકાર કરી પ્રભુ સાથે વાદવિવાદ કરવા જાય છે પરંતુ પિતાને શંસય દૂર થતાં શ્રી ઈદ્રભૂતિ તેમના ભાઈ અગ્નિભૂતિ-વાયુભૂતિ તથા બીજા આઠ વિદ્વાન બ્રાહ્મણે દીક્ષા લઈ શ્રી વીર પ્રભુના અગિયાર ગણધર બને છે.)
હવે વિપ્ર ઇન્દ્રભૂતિ અભિમાન રૂપી હાથી પર સ્વાર થઈ, મારા જેવો વાદી-સાની કોણ છે?” એવું મિથ્યા અભિમાન કરી, જ્યાં શ્રી વીર પ્રભુ હતા ત્યાં જવા ઉપડયા.
૧૭ શરૂઆતમાં જોતાં એક જન ભૂમિમાં સમવસરણ જોયું અને દસે દિશાઓમાંથી દેવીએ તથા દેનાં સમુહોને ત્યાં આવતાં જોયાં. ૧૮
સમવસરણમાં નવા ઘાટનાં મણિમય તારણે, દંડ, ધજા વગેરે શોભતાં હતાં. ત્યાં પર્ષદામાં વેર ઝેર ભૂલી જઈ પ્રાણીસમૂહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org