Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 181
________________ (વસ્તુ છંદ) અભિમાનથી ભરેલા ઇન્દ્રભૂતિ, કોધથી કંપતા કંપતા, તરત જ હુંકાર કરી સમવસરણ પહોંચ્યા. તેમના મનમાં રહેલા બધા જ સંશયે શ્રી વીર પ્રભુએ તરત જ દૂર કર્યા. ભવથી વિરકત શ્રી ગૌતમસ્વામીને બધીબીજ-સમકિતની પ્રાપ્તિ થઈ અને, ઉપદેશ પામી, દીક્ષા લઈ ગણધર પદ પ્રાપ્ત કર્યું. ૨૭ (ચેથી ઢાળ) (આ ચોથી ઢાળમાં શ્રી ગૌતમસ્વામિ અટ્ટાપદ પર્વત ઉપર લબ્ધિથી ચયા--આદીશ્વર પ્રભુના પુત્ર ભરત મહારાજાએ ભરાવેલ આ ચોવીસીના તીર્થકરોના દર્શન કર્યા, તથા પંદરસે તાપને લબ્ધિથી ખીરના પારણા કરાવ્યાં. ૧૫૦૦ તાપ ને કેવળજ્ઞાન પણ ઉપજ્યુ) આજનું પ્રભાત સુવર્ણ–સુંદર છે. આજે પંચેલીમાં-હથેળીમાં પુન્ય ભરવાનો દિવસ છે કેમકે અમૃત–વરસાવતી આંખોવાળા શ્રી ગૌતમ સ્વામિના દર્શન થયા છે. ૨૮ ગાધર શ્રી ગૌતમસ્વામિ પાંચસે શિષ્ય પરિવાર સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા તથા ભવ્ય જનેને પ્રતિબંધ કરવા લાગ્યા. શ્રી વીર પ્રભુ સમવસરણમાં બીરાજતા ત્યારે કોઈને પણ જે કંઈ શંકા થતી તે તે મુનિ શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામિ ભજનના પરોપકાર માટે પ્રભુના પુછતા (અને ખુલાસા મેળવતા.) ૩૦ શ્રી ગૌતમસ્વામિ જ્યાં જ્યાં દિક્ષા આપતા ત્યાં ત્યાં તે દીક્ષિત મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું. પિતાને કેળવજ્ઞાન ન હોવા છતાં શ્રી ગૌતમસ્વામિ આ પ્રમાણે મુનિઓને કેવળજ્ઞાન પ્રદાન કરતા(એ આશ્ચર્યજનક છે.) ૩૧ પિતાના ગુરુ શ્રી વીર પ્રભુ ઉપર ગુરુ ભક્તિથી દષ્ટિરાગ રહેતા અને તે દષ્ટિરાગને કારણે કેવળજ્ઞાન તેમને છળી રહેતું હતું–પ્રગટ થતું ન હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196