Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૬૨
ચાડી ખાઈને (ઈર્ષાથી) કહેતા હતા કે આ ઈન્દ્રભૂતિએ તે અનંગ (અંગ રહિત) એવા કામદેવને પણ પોતાના રૂપથી નિરાધાર કરી દીધું હતું અને ધૈર્ય ગુણમાં તે તે મેરૂ સમાન હતા અને ગંભીરતામાં સાગર સમાન હતા.
તેમનું અનુપમ રૂપ જોઈને કેટલાક લોકો કહેતા હતા કે કળિયુગના ભયથી બધા સદગુણો એક ઈન્દ્રભૂતિમાં આવીને વસ્યા છે, અથવા નક્કી પૂર્વભવમાં તેમણે જિનેશ્વર દેવની પૂજા કરી હશે જેથી સ્વરૂપવાન રંભા, પદ્મા, ગૌરી, ગંગા, તથા કામદેવની પત્ની રતિ એમ વિચારે છે કે અમે વિધિથી (બ્રહ્મા, નસીબના દેવથી છેતરાયાં છીએ (કેમકે વિધિએ ગૌતમસ્વામિને અમારાથી ચઢિયાતું રૂપ આપી દીધું.)
આવા ઈન્દ્રભૂતિની આગળ બુધ, ગુરૂ કે કવિ પણ ટકી શકે નહિ. તેઓશ્રી પાંચ ગુણવાન શિના પરિવારથી વિંટળાયેલા ચાલતા હતા. મિથ્યાત્વની બુદ્ધિથી મેહિત એવા શ્રી ઈન્દ્રભૂતિ, હંમેશાં યજ્ઞ કર્મ કરતા. આવા છળ છતાં, આગળ તેમને વિશુદ્ધ એવું કેવળજ્ઞાન તથા કેવળદર્શન થશે.
(વસ્તુ છંદ) જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં પૃથ્વી તળ, ઉપર આભૂષણ સમાન મગધ દેશ છે જ્યાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે ત્યાં સુંદર ગુવર’ નામે ગામ છે. ત્યાં સુંદર વસુભૂતિ નામે બ્રાહ્મણ વસે છે. તેની પત્ની પૃથ્વી છે તેમને સકળ ગુણના સમુહ તથા સૌંદર્યના નિધાન રૂપ પુત્ર છે. તે પુત્ર વિદ્યાએ કરી મને હર છે અને - ગૌતમ નામે ઘણા જ જાણીતા છે.
(બીજી ઢાળ) ( આ બીજી ઢાળમાં અરિહંત પરમાત્માના ૧૨ ગુણ– -૮ પ્રાતિહાર્ય તથા ૪ અતિશયનું, તથા તીર્થંકરની અદ્ભુત પાંત્રીસ ગુણવાળી વાણીનું વર્ણન છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org