Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૧૮
જીવનશુદ્ધિના વિકાસમાં યથાશક્ય આગળ વધનાર જિજ્ઞાસુ પુરુષે આ સૂત્રમાં આવતા સમ્યકત્વમૂળ બાર વ્રતનું સ્વરૂપ જાણવું જોઈએ–તેમાં પ્રમાદ વશ, ઉપગ શૂન્ય કે અજાણ ભાવે થતી ખલનાઓને પ્રકાર જાણવા જોઈએ, અને હરહંમેશ આ વ્રતના સંપૂર્ણપણને મારામાં કેટલો વિકાસ થયો છે...હજુ તેમાં કેટલી કેટલી ત્રુટિઓ છે–વગેરે વિચાર કરી, વિશેષ શુદ્ધ જીવી, ધર્મના આરાધક બનવું જોઈએ. તેથી આ સૂત્ર હરહંમેશ મહત્ત્વનું છે. (8)
આચાર અને અતિચાર શ્રાવકના મુખ્ય ૧૯ આચાર નીચે પ્રમાણે છે તેના ભેદ ગણુતાં ૧૨૪ પ્રકાર થાય છે તેથી ૧૨૪ આચરણ ગુણ છે. તેનાથી વિરૂદ્ધ વર્તન દુર્ગુણ છે–દોષ છે-અતિચાર છે. તેથી ૧૨૪ અતિચાર લાગે તે ટાળવાના છે. તેની માફી માગવાની છે. આત્માની તથા ગુરૂની સાક્ષીએ. ઓગણીસ આચારમાં પાંચ પંચાચાર, ૧૨ વ્રત, સમક્તિ મૂલ તથા સંલેખ છે તે નીચે પ્રમાણે ૧. જ્ઞાનાચાર : જ્ઞાન ભણવું તથા ભણાવવું. ૨. દર્શનાચાર : સમકિત પાળવું તથા પળાવવું. ૩. ચારિત્રાચાર : સંયમ પાળવું તથા પળાવવું. ૪. તપાચાર : બાહ્ય તથા અત્યંતર તપ કરે. ૫. વીચાર ? વીર્ય એટલે મન, વચન, કાયાની શકિતને
ધાર્મિક ક્રિયાઓ તથા ધાર્મિક કાર્યો કરવામાં સદુપયોગ કરે ૬. પહેલું અણુવ્રત : જીવહિંસા ન કરવી. છે. બીજું અણુવ્રત : જુઠું ન બેલિવું. ૮. ત્રીજું આણુવ્રત : ચોરી ન કરવી, ૯. ચોથું અણુવ્રત : બ્રહ્મચર્યને નિયમ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org