Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૧૭
૨. સૂત્રની ઉપગી સમજણું (અ) શ્રી નાણુમિ સૂત્રની ગાથાઓ અતિચારની આઠ ગાથાએ કહેવાય છે, પરંતુ તેમાં કઈ અતિચારનું વર્ણન નથી. માત્ર પાંચ આચારનું ભેદો પૂર્વક, વિસ્તૃત અને પદ્ધતિસરનું વર્ણન છે તેથી પંચાચાર સૂત્ર નામ યથાર્થ છે.
પ્રતિકમણ કરતી વખતેઃ “અતિચારની આઠ ગાથા-ન આવડે તે ૮ નવકારને કાઉસગ્ગ” એમ કહેવામાં આવે છે. આ આઠ ગાથા સુંદર અને સહેલી છે છતાં પ્રમાદને લીધે આ આઠ ગાથાને મુખપાઠ ઘણું કરતા નથી. ૮ નવકાર ગણવા તે ભવ્ય અને સહેલા લાગે છે. ખરેખર તે ૮ ગાથાના ૩૨ પદ થાય તે ગણવામાં સમય ઓછો જાય અને કાઉસગ્ન થયો કહેવાય. ૮ નવકાર ગણવામાં ૭૨ પદ ગણવા પડે. બમણા કરતાં પણ વધારે–તેથી સમય વધારે જાય. એટલે આ સૂત્ર યાદ ન હોય તે અભ્યાસપૂર્વક મુખપાઠ કરી લેવું જોઈએ. (બ) શ્રી વંદિત્તા સૂત્રમાં બાર વ્રતનું સ્વરૂપ તથા તેના અતિચારે દર્શાવવામાં આવ્યું છે અને શ્રાવકને કરણીય વિધિમાં વિરાધના થઈ હોય તેની માફી માગવામાં આવી છે.
ઉચ્ચ શ્રાવક-જીવન જીવનાર તેની ખલનાના પ્રકારમાંથી કેટલી અલના રહિત જીવન જીવે છે તે યાદ દેવરાવનાર અપ્રતિમ જીવન-શોધક આ સૂત્ર છે.
આ સૂત્રનું બીજું નામ “શ્રાવક પ્રતિકમણ સૂત્ર છે અને આ સૂત્ર દેવસી તથા રાઈ બને પ્રતિક્રમણમાં દરરોજ કહેવાનું હોય છે. શ્રાવકને દિવસ તથા રાત્રિ સંબંધી લાગેલા અતિચાર આવવાને માટે શ્રી વંદિતુ સૂત્ર સાંજે સૂર્યાસ્ત થતા હોય તે વખતે અને પ્રભાતે સૂર્ય ઉદય પામતે હોય તે વખતે-એમ બે વખત કહેવાનું હેય છે. પખી, ચૌમાસી તથા સંવછરી પ્રતિક્રમણમાં પણ બલવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org