Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૮
દદતે સખ્યમ”ના એક કરેડ અર્થ કરી બતાવ્યા હતા. જો કે આ ગ્રંથ અત્યારે મળતું નથી છતાં આમાં વિશ્વાસ ઉત્પન્ન કરે તેવે, આ જ વાકયના ૮ લાખથી પણ વધુ અર્થ બતાવનાર ગ્રંથ, ખરતરગચ્છરત્ન ઉપાધ્યાય શ્રી સમયસુંદર ગણિને બનાવેલ, આજ પણ ઉપલબ્ધ છે.
જૈન શાસનમાં આવા અનેક ચમકૃતિવાળા ગ્રંથે હાલ પણ જૈનધમી સાહિત્યમાં ઉપલબ્ધ છે તે જૈનો તથા જૈનેતર સાહિત્યકારે માટે નિઃશંક ગૌરવપ્રદ છે. આ ગ્રંથમાં તે સાહિત્યકારનું સંસ્કૃત ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ તથા તેમની ગહન વિદ્વતા અને પાંડિત્ય પ્રતિભાને નવા નવ ઉમે ડગલે ને પગલે દષ્ટિગોચર થાય છે.
નમે દુર્વાર રાગાદિ લોકમાં ૫ અર્થ સામાન્ય જિનેશ્વરના છે, ૨૪ અર્થ તીર્થકરને લગતા. ૧૧ અર્થ વીર પ્રભુના ૧૧ ગણધરોને લગતા, ૫ અર્થ પંચ પરમેષ્ટિને લગતા નીકળે છે–તે પછી એક એક લેકમાં એક એક અર્થ: બ્રહ્મા, વિષ્ણુ શિવ, પાર્વતી વગેરે હિંદુ દેવના, લદ્દમી, ઈન્દ્ર, સૂર્ય, રામ, કૃષ્ણ, અર્જુન, નારદ, ગણપતિ, હનુમાન, હેમચંદ્ર, કુમારપાળ, ભરત ચકવર્તી, મેઘકુમાર, ઢંઢણું ઋષિ, શત્રુંજય પર્વત, મેરૂ પર્વત, વગેરે વગેરેના નીકળે છે,
ટૂંકમાં આચાર્ય કી હેમચંદ્રસૂરિએ રચેલ યોગશાસ્ત્રના મંગલ
માં એક જ અર્થ અભિપ્રેત હેવા છતાં શ્રી સૌભાગ્યસાગરસૂરિએ સંસ્કૃત ભાષાની ખૂબીઓની મદદથી એક જ કલાકમાં પદોના જુદા જુદા ભંગામાં એવી રીતે ગોઠવી બતાવ્યા છે કે તે સમયે તે લેકને તે જ અર્થ બરાબર લાગે.
જેમ માનવ શરીર એક જ છે છતાં તે શરીરના અવયવોને જુદી જુદી રીતે વાળી ૮૪ અથવા તેથી વધારે વેગ આસને થઈ શકે છે અને તે વખતે માનવ શરીર તે આસનના આકારનું જ દેખાય છે. (જેવી રીતે મયુરાસન કર્યું હોય ત્યારે શરીર આબાદ રીતે મેર જેવું જણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org