Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૭
નિરીક્ષણ કરે. આપની મરજી-વિચાર કરે-પ્રતિજ્ઞા લે–અને આ આધુનિક રાક્ષસી લાલચમાંથી આપના અને આપના પરિવારના નીતિચારિત્ર-ધર્મ–આત્માને બચાવે !
આપણે જેન–ધમી ભાઈઓ દર વર્ષે લાખ રૂપિયાનું દારૂખાનું ફેડે છે તે વાત જગજાહેર છે. વળી જૈન યુવાન-યુવતીઓ નવરાત્રીમાં ગરબા ગાય અને રાત્રે નાસ્ત કરે તેવી ફેશન ચાલી છે.
અરેરે! કેટલી બધી ભયંકર હિંસા! અને અહિંસા પરમ ધર્મ” જેવા વિશ્વ મૈત્રી ભાવ જેવા સૂત્રમાં ગળથુથીથી માનનારા અને કીડી-કંથવા જેવા સૂફમ જંતુઓની રક્ષા જણ–ચરવળાથી કરનારા મહાવીરપ્રેમી જૈનબંધુઓ દિવાળીના ટાણે-પર્વ દિવસેમાં–અરે દેરાસર અને ઉપાશ્રયની પાસે જ, દારૂમાં-દેવતા જેવા, ફેડનારને ફટફટૂ-ફટ કહી વિકારનાર દારૂખાનું, ફેડી–ફડાવી, આનંદ લે છે તે હક્તિ કેટલી બધી શરમજનક છે! ધાર્મિક પ્રસાર કરનાર બહુ જ જૂજ સાધુ-સાધ્વી છેલ્લા દસકામાં આ દારૂખાના વિરૂદ્ધ પ્રચાર કરે જ છે પરંતુ મહદ્ અંશે આ બાબત ઉદાસીનતા ને પ્રમાદ જણાય છે. ખાસ કરીને લક્ષમીપૂજન-ચેપડાપૂજન સમયે દારૂખાનું ફટાફટ ધડાધડ ફેડી ધૂમ ધડાકા કરવાથી લક્ષ્મી ઉભરાય તે બાલીશ અને ધૃણાજનક ભ્રમ આની પાછળ કામ કરતા દેખાય છે! અકસ્માત થાય- શરીરના અંગે બળી જાય તે તો જુદું. પણ કેટલું આધ્યાત્મિક અધ:પતન અહિંસક જેનેનું ! જૈનધમી માતાપિતાએ! નાનપણથી જ તમારા બાળક– બાલિકાઓને સમજાવી બાધા લેવડાવે કે જેથી મોટી વયે ખરા જૈન બની જિનશાસનને શેભાવે.
અપશબ્દ ગુજરાણાં મુખં ભ્રષ્ટ કિ? ગુજરાતીઓનું મોં ભ્રષ્ટ થયું છે?
ફક્ત ત્રણેક દાયકા પહેલાં–કહોને ભારતને સ્વરાજ્ય! મળ્યું તે પહેલાં બહુ થોડા લોકે ગંદી ગાળો બોલતા! માણસ ક્રોધે ભરાય, ઝઘડો તકરાર થાય, ઉશ્કેરાય અને તામસી ગુસ્સાને લીધે કદાચ અપશબ્દ બેલે તે સમજી શકાય, પરંતુ સ્વતંત્રતાના આધુનિક જમાનાની કરામત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org