Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
તે જુઓ ! કાન ખુલ્લા હશે તે આપને અનુભવ હશે કે નાના નાના ત્રણથી ચાર વર્ષના પ્રાથમિક શાળાના બાળકથી માંડી, માધ્યમિક શાળા અને કેલેજ કક્ષાના વિદ્યાર્થીઓ અપશબ્દો બોલ્યા સિવાય વાત કરી શકતા નથી; અરે, મેટા મેટા સજ્જન (!! ) દેખાતા પુરુષ-કથા, વ્યાખ્યાન, દર્શન, સેવા, પૂજા, યાત્રા, તપ, ભજન–વગેરે વગેરે ધર્મક્રિયા કરનાર વડીલે–વૃદ્ધો પણ આ બદીમાં ડૂબેલાં દેખાય છે? વાતવાતમાં ગંદા શબ્દો અભાનપણે બોલે જ જાય છે!
ગંદી ગાળ – અપશબ્દ એ દુર્જનતાનું પ્રથમ લક્ષણ છે. માનસિક વિકૃતિ અને હિંસાજનક છે. સદ્દગૃહસ્થને મેમાંથી અપશબ્દ કેવી રીતે નીકળી શકે? જેમ માણસને શારીરિક વિકૃતિને લીધે બકારી થાય ને ચીતરી ચઢે તેમ માનસિક વિકૃતિને લીધે ગંદી ગાળ નીકળતા પણ ચીતરી ચઢે. આમાં તે હવે કહેવાતી હલકી કેમ જેવી ગાળો બેલતાં કહેવાતા ઊંચી કેમના માણસે પણ શરમાતા નથી! શિક્ષણ સંસ્કારની નિષ્ફળતા.
અહે! કેવી લોકશાહી સમાનતા
ઊંચ નીચના ભેદ ભૂસાઈ ગયા ! ગાળે મુખ્યત્વે સ્ત્રી જાતિને અપમાનજનક જણાય છે એ વિચારક માણસને કેટલું આઘાતજનક છે. સ્ત્રીઓ કદાચ આમાંથી મુક્ત જણાય છે એ જાણીને આશ્ચર્ય થાય છે!
ભાઈઓ-વિચાર કરે-બાધા લે-અને આ ભયંકર આત્મઘાતક પાશવી વૃત્તિમાંથી આપના આત્માને ઉદ્ધાર કરો.
દષ્ટિ તેવી સૃષ્ટિ આ દુનિયામાં ઘણા રગડા-ઝઘડા મમત્વ અને ભેદભાવને લીધે ઉત્પન્ન થાય છે. જે ધાર્મિક શિક્ષણને વધુ અને વધુ પ્રસાર થાય અને લોકે આધ્યાત્મિક દષ્ટિ કેળવે તે આ સંસારના ઘણું દુઃખ નાશ પામે અને માનસિક શાંતિ મળતાં ખરી ધર્મભાવનાને વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org