Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૯
૧૫. પરમ સુખ બહાર નથી પણ અંતરમાં છે, મને માર્ગ બહાર નથી પણ આત્મામાં છે.
૧૬. વિવેક એ જ ધર્મનું મૂળતત્વ છે.
૧૭. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મિક્ષ કહે છે.
૧૮. ધર્મ દેખાડવા માટે નથી પરંતુ દેખવા માટે છે.
૧૯. જે હંમેશાં મરણનું સ્મરણ રાખે છે તેને ધર્મની પ્રાપ્તિ થાય છે.
૨૦. શ્વેતાંબર-દીગંબર વગેરે પંથભેદ, ગચ્છભેદ તથા મતભેદ વગેરેની કડાકૂટ જવા દઈને, ફક્ત જૈન બની, શુદ્ધાત્માના ધ્યાનથી કર્મ ક્ષય કરી નિર્વાણ-મક્ષ પ્રાપ્તિનું ધ્યેય રાખવું.
૨૧. ભેગના વખતમાં વેગ સાંભળે તે હળુકમનું લક્ષણ છે. ૨૨. જ્ઞાન સ્વાદના ત્યાગને આહારનો ખરો ત્યાગ કહે છે.
૨૩. જગતને, જગતની લીલાને, બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.
૨૪. આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.
૨૫. સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્ર એ મેક્ષ માર્ગ છે. વ્યવહાર નથી તે ત્રણ છેઃ નિશ્ચય નયથી આત્મા એ ત્રણે–મય છે.
૨૬. કાળ કે વિકરાળ છે! આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકર થયા તેમાં આપણા પરમ નિકટોપકારી ૨૪મા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ દિક્ષિત થયા એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયો !
૨૭. જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શેક વખતે હાજર થાય એટલે કે જ્ઞાનીને હર્ષ શોક થાય નહિ. દુઃખ તે બન્નેને આવે છે, જ્ઞાનીને તેમજ અજ્ઞાનીને, પરંતુ જ્ઞાની ધીરજથી સહન કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org