Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૪૦
અજ્ઞાની રડીને વેદે છે. અજ્ઞાની આર્તધ્યાન ધ્યાવે છે, પાપકર્મ બાંધે છે, અને મરણ થયું હોય તે મૃતકના આત્માને ઘણું જ દુઃખ થાય છે. આથી કોઈ પણ જાતના મૃત્યુ વખતે, જૈન ધર્મના સિદ્ધાંતે યાદ રાખી, ધર્મ ધ્યાન ધ્યાવવાથી મૃતકના આત્માને પરમ શાંતિ થાય છે ! ૨૮. ભક્તિના મુખ્યત્વે નવ પ્રકાર છે?
શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, થાન,
લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. ૨૯. દશન, સમ્યફવ અથવા સમકિત એ એક જ અર્થ વાચક શબ્દ છે. સમક્તિ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ, અને અનુભવ.
૩૦. જ્ઞાન એ દોરો પરોવેલ સેય જેવું છે. જેમ દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન જેને હોય તે સંસારમાં ભૂલે પડતું નથી.
૩૧. જીવે પૂર્વ ભવમાં જે પુણ્ય કે પાપ કર્મને સંચય કર્યો છે તે દેવ, નસીબ અથવા પ્રારબ્ધ કહેવાય છે.
૩૨. પુણ્ય કરવું તે સારું છે પરંતુ પુણ્ય-પાપ બને છેડીને શુદ્ધ ઉપગમાં સ્થિત થવું તે સર્વોત્તમ છે. પુણ્યની ઈચ્છા કરવી એટલે સંસારની ઈચ્છા કરવી. પુણ્ય સુવર્ણની બેડી જેવું છે, બંધન છે. પુણ્ય સદ્ગતિ જરૂર આપે છે પરંતુ નિર્વાણ (મોક્ષ, મુક્તિ) તે પાપ-પુણ્ય બન્નેનાં સંપૂર્ણ ક્ષયથી જ થાય છે.
૩૩. શરીર મળ-મૂત્રની ખાણ છે, રોગનો ભંડાર છે અને ઘડપણનું રહેઠાણ છે. આવા શરીર ઉપર કેણ રાગ કરે ?
૩૪. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને ચામડી વગરનું તેનું રૂપ વારંવાર ચિંતવવા જેવું છે.
૩૫. માણસ આખા જગતની ધન-સંપત્તિ સત્તા–કીર્તિ મેળવે પરંતુ જે તે પિતાને આત્મા ગુમાવે તે તેને શું લાભ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org