Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૪૩
અને આપણું જૈન પાઠશાળાનું ચિત્ર કેવું કરૂણ, દયાજનક છે ! ધાર્મિક શિક્ષણનું મુલ્ય સૌ કોઈ જાણે છે. શાંતિમય, સુખમય જીવન જીવવા માટે ધાર્મિક શિક્ષણ અને સંરકારે ઘણાજ અગત્યના છે. જીવનના ચાર પુરૂષાર્થ–ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ આ લેકમાં ધર્મ પ્રથમ છે અને તેને અનુરૂપ અર્થ અને કામ જોઈએ જેથી પરલોકમાં મિક્ષ સાધી શકાય. તે જ વિદ્યા છે જે મુક્તિ આપે છે.
ધર્મ જાણવાનો તથા આચરણને વિષય છે, વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણને સુમેળ નહીં હોય તે જીવન ધીમે ધીમે એકાંગી, તંગ અને દુઃખી થવાનું. હાલના જમાનામાં આ પરિસ્થિતિ ડગલે ને પગલે નજરે પડે છે. ધર્મ ચિંતામણી રત્ન સમાન છે, કલ્પવૃક્ષ છે, કામધેનું છે. અને છતાં સમાજમાં કે સંઘમાં કોઈ જવાબદારી, કોઈ ચિંતા જણાતી નથી. ધાર્મિક શિક્ષણ, ધાર્મિક શિક્ષક, ધાર્મિક પાઠ-શાળા ત્રણેની કરૂણ રિથતિ દુઃખદાયક છે. નથી જણાતે મા-બાપને રસ કે નથી જણાતે સાધુ-સમાજને રસ ! ! !
આ બાબતના પિકાર થયા છે અને થાય છે પણ બહેરા કાને અથડાય છે.
જ્યાં પાઠશાળાઓ ચાલે છે ત્યાં ૪ થી ૮-૧૦ વરસના વિદ્યાર્થીએ થોડા પિપટીયા સૂત્રે ગોખી જાય છે પરીક્ષાઓ થાય છે, મેળાવડા થાય છે, શિબિરે ચાલે છે, ઈનામે વહેંચાય છે પરંતુ ધાર્મિક જ્ઞાન અને તે પ્રમાણે આચરણ સમાજમાં દેખાય છે ખરું?
ધાર્મિક સંસ્કારના લેપનું પરિણામ પ્રપક્ષ દેખાય છે જ અને આ કપરી પરિસ્થિતિ ચાલુ રહેશે તે જૈન સમાજ કયાં સુધી ટકી રહેશે તે અકલ્પનીય છે.
વીતરાગ પરમાત્મા જૈન સંઘને પ્રેરણું આપે અને શાસનની પ્રગતિ માટે ધાર્મિક શિક્ષણ અને સંસ્કારને વિકાસ થાય તેવી જિન શાસન દેવ પ્રત્યે પ્રાર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org