Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૪૪
શ્રાવક તથા વિવેક આપશ્રી કદાચ દેરાસરમાં કે ઉપાશ્રયમાં ભકત જનને સ્તુતિ સ્તવન લલકારતા સાંભળતા હશે : સૂત્રે કડકડાટ બેસી જતાં સાંભળતાં હશે, પરંતુ ધ્યાનપૂર્વક સાંભળશે તે ઘણી જ અશુદ્ધિઓ-ઉચારમાંરાગ વગેરેમાં ખ્યાલમાં આવશે. ફકત શ્રાવક-શ્રાવિકાઓજ નહિ પરંતુ ઘણીવાર સાધુ-સાધ્વીઓમાં સૂત્રોનાં અશુદ્ધ ઉચ્ચાર જણાય છે. મુખ્ય કારણ પાઠશાળાના અભ્યાસનો અભાવ તેમજ ફક્ત સૂત્રને પિપટીઓ અભ્યાસ : તે શબ્દોની ભાષા અને ખાસ કરીને અર્થ ઉપર ધ્યાન આપવામાં આવે તે જ બેલનારને ખ્યાલ આવે કે પ્રભુ પાસે આપણે કઈ પ્રાર્થના કરીએ છીએ કે શું વિનંતિ કરીએ છીએ.
વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ સર્વદશી છે–તેઓ આપણને જાણે છે, જૂએ છે અને તેઓ રાગ-દ્વેષ રહિત છે. બની શકે ત્યાં સુધી ભકત જને પિતાની પ્રાર્થના-તુતિ-સ્તવન બરાબર સમજીને પ્રભુ પાસે મૌનપણે અથવા બહુ જ ધીમા અવાજે કરે તે ગ્યા છે જેથી બીજા ભક્તજને નૌકારવાળી ગણતા હેય-કાઉસ્સગ્ન કરતા હોય તેમને ખલેલ પડે નહીં. આ બાબત ઘણી જ અગત્યની છે. શ્રાવક ભક્તજને દરેક ક્રિયામાં વિવેક વાપરે તે કહેવાનું ન હોય ! ઘંટ પણ ધડાધડ હંકા વગાડવાથી વધુ ભક્તિ થતી હશે ? શાંતિથી, ધીમેથી એક વાર વગાડીએ તે પણ બસ છે.
સુજ્ઞ જનેને વધુ શું કહેવાય ?
આ પુસ્તકના બધા વિચારે મારા પિતાના અનુભવના છે. તેમાં કાંઈ પણ અવિવેકથી કે અજ્ઞાનથી લખાયું હોય તે ઉદાર વાચક ક્ષમા કરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org