Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૭
અને જમતી વખતે જમણેા હાથ તથા મુખ એ સિવાય બધા અંગોપાંગ સ્થિર રાખવાના હાય છે અને જમી રહ્યા પછી ઠામ ચાવિહાર કરી ઉઠવાનુ હાય છે.
આયંબિલ-આંખેલ તપ–આ તપમાં પારસી વગેરે પચ્ચખાણુ પારીને એક આસને બેસી દિવસમાં એક જ વાર ભાજન કરવાનું છે. તેમાં છ વિગઈ ને (૧) દૂધ (૨) દહીં, (૩) ઘી (૪) ગોળ, સાકર (૫) તેલ, અને (૬) કડા વગય ( પકવાન્ન) ત્યાગ કરવાના છે અને નીરસ ભોજન ( હી'ગ, મરી, સૂંઠ, અલવણ, કડું, કરિયાતુ વપરાય ) લેવાનુ હાય છે.
આવશ્યક ટીકા વગેરેમાં કહ્યું છે કે આંખેલમાં ચાખા, અડદ વગેરેમાંથી કોઈ એક અનાજ અને ખીજું ગરમ પાણી-ઉકાળેલુ' પાણી આ બે જ દ્રવ્યો લેવાં. ( હાલમાં આંખેલ હૈાય ત્યારે ૩૦, ૪૦, ૫૦ વાનગીએ બનાવે છે તે આ સાથે સુસંગત લાગતું નથી ). પછી પાણી સિવાય ત્રણે આહારના ત્યાગ વગેરે.
આ તપથી રસના ઈંદ્રિય (જીભ) ઉપર કાબુ મેળવાય છે. આંબેલ એ માંગલિક તપ છે અને તેનાથી વધમાન તપની એળી તથા ચૈત્ર અને આસેાની નવપદ્મની એળીને વિકાસ થાય છે.
નિગ્વિગય–નિવિકૃતિક: ટુ કમાં: નીવી તપ એટલે ચિત્તને વિકાર કરનાર, અથવા, નિગતિક: જે કરવાથી જીવની ખરાબ ગતિ થાય તેવા ભાજનને! ત્યાગ કરવાના છે. નીવીમાં આંબેલની પેઠે રસકસ વગરનું – નીરસ ભોજન લેવાનું છે. પરંતુ આમાં કમ, ધાણા, જીરૂ, મરચું, હળદર, શેકેલા પાપડ, વલેણાની છાશ તથા કઢી વગેરે વાપરી શકાય છે. પછી પાણી સિવાય ત્રણે આહારના ત્યાગ વગેરે.
Jain Education International
卐
For Private & Personal Use Only
卐
www.jainelibrary.org