Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૦ (૩) જૈન દર્શનનું જ્ઞાન-વિજ્ઞાન
ચાર પ્રકરણ જૈન દર્શનમાં રસ લેનાર દરેકે પંચ પ્રતિક્રમણના સૂત્રે તથા અર્થ ઉપરાંત “ચાર પ્રકરણે ના સૂત્ર તથા અર્થ જાણવા જ જોઈએ.
(૧) જીવવિચાર (૨) નવતત્વ (૩) દંડક (૪) લઘુ સંગ્રહણી
[૧] જેને વિચાર તે જીવવિચાર. જયણું–જીવમાત્રની દયાદરેક જીવ મારા જીવ સમાન છે એવી ભાવના થવી તે જીવવિચારના અધ્યયનનું ફળ છે.
અહિંસા વ્રત સર્વ વ્રતમાં પ્રધાન છે. અહિંસા વ્રતના પાલનથી બધા વ્રતનું પાલન થાય છે, તેથી આ વ્રતના પાલકને જીવ વિચારનું અધ્યયન ખાસ આવશ્યક છે.
જીના બે પ્રકાર : સિદ્ધ તથા સંસારી, સંસારીના બે ભેદઃ ત્રસ તથા સ્થાવર. જેનામાં જીવ હોય અને ઈચ્છા મુજબ ગમન કરી શકે તે ત્રસ–બેઇદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય તથા પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવ સ્થાવર હોય છે–જીવ હોય છતાં ઈચ્છા મુજબ જઈ આવી ન શકે. તે પાંચ છે–પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય. આ બધા જેના ભેદ ઉપરાંત નારકી તથા દેવગતિના જેનું વિસ્તારપૂર્વક ઘણું જ રસિક વર્ણન તથા ૮૪ લાખ યોનિદ્વારનું વર્ણન આવે છે.
[૨] નવતત્વ ઃ (૧) જવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. આ નવે તમાં જગતના બધા દર્શનનું જ્ઞાન આવી જાય છે. તેથી જીવ કેને કહેવાય, દરેક તત્ત્વની વ્યાખ્યા તથા ભેદ, પ્રભેદ, પુણ્ય શું છે? તે કરવા ગ્ય છે કે કેમ? આપણું મુખ્ય ધ્યેય-મુક્તિ-મોક્ષ પ્રાપ્તિ છે વગેરે વગેરેનું વિસ્તાર પૂર્વક તથા ઘણું જ જાણવા લાયક વર્ણન– વિવેચન છે.
[૩] દંડકઃ જીવે જેને વિષે દંડાય તે દંડક. આ દંડક પ્રકરણના રચયિતા ગજસાર મુનિ છે. આ ગ્રંથ પજ્ઞ ટીકા સાથે સં. ૧૫૭૯માં પાટણમાં બનાવ્યું છે. ચોવીસ જવ ભેદને ૨૪ દંડક તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org