Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે તે નિત્ય પદાર્થ છે. તે કઈ સગોથી બની શકે નહીં. જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળે ચેતન પદાર્થ તે આત્મા–દેહથી ભિન્ન છે. આત્મા જ્ઞાતા છે–તે જાણે છે, આત્મા દષ્ટા છે–તે જુએ છે. ચૈતન્ય ગુણ એટલે દર્શન અને જ્ઞાન ગુણ–તેથી આત્મા ઈન્દ્રિયે વિના બધું જુએ ને જાણે, અને વીર્ય શક્તિથી આત્માની ક્રિયા અથવા પ્રવર્તવું થાય છે.
આત્મા નિત્ય છે, અવિનાશી છે, ત્રિકાળવતી છે. આત્મા અને દેહ ભિન્ન છે. આ ભેદજ્ઞાન જે જાણતો નથી તે ઘોર તપશ્ચર્યા કરવા છતાં મેક્ષ પ્રાપ્ત કરતા નથી. ઇન્દ્રિયે દરેકને છે અને દરેક ઇન્દ્રિયને પિતપતાના વિષયનું જ્ઞાન છે પરંતુ આત્માને બધી જ ઇન્દ્રિયના બધા વિષયનું ભાન છે. આ આત્માની સત્તાથી-શકિતથી ઈન્દ્રિયે પ્રવર્તે છે, દેહ તે જડ છે ? આત્મા ચેતન છે. જ્ઞાન સ્વરૂપપણું આત્માનું મુખ્ય લક્ષણ છે. આત્મા અમૂલ્ય છે, આત્મા મુસાફર છે અને દેહ ઝાડ રૂપ છે–મુસાફર ઝાડને જ પિતાનું કરી માને એ કેમ ચાલે? ઉપગ એ જીવનું લક્ષણ છે. ઉપગ એ જીવનું જીવન છે, સર્વસ્વ છે.
ત્રિ કોટિ, છ કટિ, નવ કેટિ અહીં કટિ શબ્દનો અર્થ હદ કે છેડે થાય છે. કઈ પણ પ્રતિજ્ઞા લેતાં કેટથી તેની હદ બાંધવામાં આવે છે,
મનથી કરું નહીં, વચનથી કરું નહીં, કાયાથી કરૂં નહી–એ ત્રિકેટ થાય. તેમાં મનથી કરાવું નહી, વચનથી કરાવું નહીં, તથા કાયાથી કરાવું નહી એ ગણતાં છ કોટિ થાય.
વળી તેમાં મનથી અનુદું નહી, વચનથી અનુદું નહી, કાયાથી અનુમોટું નહી એમ ગણતાં નવ કોટિ થાય. ટુંકમાં, તિવિહં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org