Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૬
૪૧-૪૨-૪૩-૪૪ : કષ એટલે સંસાર અને આય એટલે આવક-લાભ, જે સંસારને લાભ અપાવે, સંસાર વધારે, સંસારમાં વારંવાર જન્મ-મરણ કરાવે તે કષાય ? કષાય ચાર છે.
૪. ક્રોધ–કોઈ મનુષ્ય, પ્રાણુ કે પદાર્થ ઉપર તીવ્ર પરિણામથી મુખ વગેરે શરીરને તપાવી લાલ ચેળ કરી ગુસ્સો કરે તે.
“કડવાં ફળ છે ફોધન, જ્ઞાની એમ બોલે. ૪૨. માન-અભિમાન, અહંકાર, બડાઈ. જે ગુણ અથવા શક્તિ આપણામાં ન હોય તેના વખાણ કરવાં કરાવવાં તે. (જે ગુણ કે શક્તિ હોય ને વખાણ કરીએ કરાવીએ તે “મદ કહેવાય છે ? મદ આઠ છે : જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ,
દ્ધિ મદ, તપ મદ, વિદ્યા મદ, લાભ મદ.) ૪૩. માયા–કપટવૃત્તિ. ગુપ્ત રીતે પિતાના સ્વાર્થના કામ સાધવાની વાંછા-ઈચ્છા-વૃત્તિ. હૃદયમાં જુદું હોય છતાં મેઢે મીઠું બોલી બીજાને ફસાવવાની ક્રિયા.
૪૪. લેભ-ધન વગેરે સંસારિક સર્વ પ્રકારના પદાર્થો સંગ્રહ કરવાની, મેળવવાની તથા તેમાં આસક્તિ રખાવનારી વૃત્તિ. આ ચાર કષાયને ત્યાગ કરવાનું છે. કેને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી, અને લોભને સંતોષથી દૂર કરવા.
૪૫ થી ૫૦-છ કાય જીવોની વિરાધના પરિહરવી જોઈએ. સંસારી જીના બે ભેદ છે : સ્થાવર અને વ્યસ.
સ્થાવર જીવ એકેન્દ્રિય છે–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ.
આ પાંચમાં જીવ છે પરંતુ તેઓ ઈચ્છા પૂર્વક હલનચલન કરી શકતા નથી તેથી સ્થાવર છે-સ્થીર છે. જેમનામાં જીવ હેય અને ઈચ્છા મુજબ ગમનાગમન કરે તે ત્રસ જીવ છે-બે ઇંદ્રિય વાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા તથા પાંચ ઈન્દ્રિયવાળા–(જીવ જંતુ, પક્ષીઓ, પશુઓ, મનુષ્ય, તિર્યંચ વગેરે). તાપ, ભય કે ત્રાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org