Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૧૪ વિશ્વભરમાં જૈન દર્શન અનેડ અને અપ્રતિમ છે કેમકે જે મનુષ્ય રાગ-દ્વેષ–મેહ વગેરે આત્માના શગુના આ દુર્ગણો ઉપર કાબુ મેળવી નાશ કરે છે અને શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખે છે-તે જન્મ-મરણના ફેરામાંથી કાયમને માટે મુક્તિ મેળવી ઉપરના આઠ ગુણવાળા સિદ્ધ પરમાત્માની પદવી પ્રાપ્ત કરે છે.
૩. સદ્દગુરૂ (યતિ) સ્વરૂપ : (૧) આચાર્ય (ર ઉપાધ્યાય (૩) સાધુ.
આચાર્ય ધર્મના નાયક છે અને પંચાચાર-પાંચ આચારને પાળે છે ને બીજા પાસે પળાવે છે. આચાર્યને ૩૬ ગુણ પંચિંદિય સૂત્રમાં ગણવેલા છે તે પ્રસિદ્ધ છે. બાકી તે ગુણે અનેક પ્રકારે દર્શાવાય છે. ૫ ગુણઃ પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર : શરીર, જીભ, નાક,
આંખ, કાન, ૯ ગુણઃ નવ પ્રકારની બ્રહ્મચર્યની વાઠ-શિયળ વતની ગુપ્તિને
ધારણ કરનાર, ક ગુણઃ ચાર પ્રકારના કષાયથી મુક્ત-કામ, ક્રોધ, મેહ, લેભ. ૫ ગુણઃ પાંચ મહાવ્રતથી યુક્ત : અહિંસા, સત્ય, અચૌર્ય,
બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ૫ ગુણઃ પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ :
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિચાર. ૫ ગુણ પાંચ સમિતિ ,
૩ ગુણ: ત્રણ ગુપ્તિ | અષ્ટ પ્રવચન માતા.
કુલ ૩૬ ગુણ.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org