Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૦૯
(૧૨) વચનતિશયઃ શ્રી તીર્થકરની વાણી દેવ, મનુષ્ય, તીર્થંચ-સર્વ પોતપોતાની ભાષામાં સમજી શકે છે કારણ કે તેમની વાણ સંસ્કારાદિક ગુણવાળી છે.
શ્રી તીર્થકરની વાણુનાઃ પાંત્રીસ ગુણ (૧) સર્વ ઠેકાણે સમજાય (૨) જન પ્રમાણ ભૂમિમાં સંભળાય (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર (૫) સ્પષ્ટ શબ્દ ઉચ્ચાર વાળી. (૬) સંતેષ ઉપજાવનારી (૭) દરેક શ્રેતા એમ જ જાણે કે પ્રભુ મને જ કહે છે (૮) પુષ્ટ અર્થવાળી (૯) પૂર્વાપર વિરોધ રહિત (૧૦) મહાપુરુષને છાજે તેવી (૧૧) સંદેહ વગરની (૧૨) દૂષણ રહિત અર્થવાળી (૧૩) કઠણ વિષય પણ સહેલે લાગે તેવી. (૧૪) સમય-સ્થાનને શેભે તેવી (૧૫) છ દ્રવ્ય અને નવ તત્વને પુષ્ટ કરે તેવી. (૧૬) પ્રજન વાળી (૧૭) પદ રચના વાળી (૧૮) છ દ્રવ્ય અને નવ તત્વની પટુતાવાળી (૧૯) મધુર (ર૦) પારકે મર્મ ન ભેદાય તેવી ચતુરાઈવાળી. (૨૧) ધર્મ અને અર્થ બે પુરુષાર્થને સાધનારી (૨૨) દીપક સમાન અર્થને પ્રગટ કરનારી (૨૩) પર નિંદા અને પિતાની પ્રશંસા રહિત. (૨૪) કર્તા, કર્મ, ક્રિયાપદ, કાળ અને વિભક્તિવાળી (૨૫) આશ્ચર્યકારી (૨૬) વકતા સર્વગુણ સંપન્ન છે તેવું લાગે તેવી. (૨૭) ધૈર્યવાળી (૨૮) વિલંબ રહિત (૨૯) ભ્રાંતિ રહિત (૩૦) સર્વ શ્રેતા પિતાપિતાની ભાષામાં સમજે તેવી. (૩૧) સદબુદ્ધિ ઉત્પન્ન કરે તેવી. (૩૨) પદના-શબ્દના અર્થને અનેક અર્થ પણે કહે તેવી. (૩૩) અસાહસિક પણ બોલાય તેવી (૩૪) પુનરુક્તિ દોષ રહિત (૩૫) સાંભળનારને ખેદ ન ઉપજે તેવી.
શ્રી અરિહંત પરમાત્મા અઢાર દેષ રહિત છે. તેમના નીચે જણાવેલા અઢારે દેષ સંપૂર્ણ પણે નાશ પામ્યા છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org