Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૯૫
(૫) કામ ભેગની આશા કરે. પાંચ ઇન્દ્રિયના વિષયની અનુકૂળતા ઈ છે. આ પ્રમાણે કરવાથી સંલેખણાના પાંચ અતિચાર લાગે છે. જે શ્રાવક આ અતિચાર ટાળી સંલેખણા વ્રત ધારણ કરે તે દેવાધિ દેવ ઈન્દ્ર મહારાજ પણ તેની પ્રશંસા કરે.
(૧૨૭)
ગાથા ૧૨૮ તથા ૧૨૯ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
તપાચાર ૧૨ અતિચાર : છ બાહ્યતપના છ અત્યંતર તપના. તપાચારના બાર આચાર છે. તેનું વિપરીત આચરણ કરતાં અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજાણપણે લાગ્યા હોય તે હું ગુરુની સમીપે આવું છું-પ્રગટ કરું છું. (૧૩૦)
બાહ્ય તપના તથા અત્યંતર તપના છ છ ભેદ છે તે ભેદ સહિત જાણવા જોઈએ. જે દેખી શકાય તેવું તપ હેાય તે બાહ્ય તપ કહેવાય અને બીજા પ્રકારનું તપ અંતરમાં થાય-બાહર ન દેખાય તે અત્યંતર તપ કહેવાય. (બાહ્ય કરતાં અત્યંતર તપનું ફળ વધારે હોય છે અને અત્યંતર તપ જ નિકાચિત કર્મ તેડી શકે છે.) (૧૩૧)
બાહ્ય તપના છ ભેદઃ (૧) અનશન તપઃ ચારે પ્રકારના આહારને ત્યાગ–એક ઉપવાસથી છ માસ સુધીના ઉપવાસ કરવા તે. (૨) ઉદરી તપઃ પિતાના રેજના નિયત ભજન કરતાં વિચારપૂર્વક એક, બે, ત્રણ કે તેથી વધારે કેળીયા ઓછું ખાવું તે.
(૧૩૨) (૩) વૃત્તિ-સંક્ષેપ તપ : એ ત્રીજે ભેદ છે. વિગઈ (દૂધ, ઘી વગેરે) સચિત્ત પદાર્થ –રસ વગેરે અનેક વસ્તુઓમાં પિતાનું મન રહે છે તેને સંકેચમાં રાખવું : ખાવા પીવાની ચીજોમાં ઘટાડો કરેતથા ચૌદ નિયમમાં પણ જેમ બને તેમ ઘટાડે કરે. (૪) રસ ત્યાગ તપ આયંબિલ, નીવી, વગેરે કરી રસને વિશેષે કરી ત્યાગ કરે. (૧૩૩)
(૫) કાય-કલેશ તપ કાયાને કષ્ટ આપવું. ઠંડો પવન અથવા ઘણે તાપ સહન કરી કાયાને દમવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org