Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(૬) સંલીનતા તપ અંગ તથા ઉપાંગને સંકેચી રાખવાં તથા જુદાજુદા આસન કરી શરીરને જુદી જુદી રીતે સંવરમાં મૂકવું. (૧૩૪)
(સંસીનતાના દ્રવ્ય-ભાવ આદિ ઘણું ભેદ છે-એકલઠાણું કરતાં માત્ર હાથ ને મુખ બે જ હલાવવાં, બીજાં અંગ ન હલાવવાં. એક આસન કરી બેસવું. જુદી જુદી રીતે અંગને ન હલાવતાં સંવરઅટકાવ કર, વગેરે.) આ છ ભેદ બાહ્ય તપના જાણવા અને શક્તિ હેય તે આળસ કરવી નહીં. રત્ન જે બાહ્ય તપ પ્રયત્ન પૂર્વક ન કરવાથી જાણે રત્નને કાંકરાની માફક ફેકી દીધે કહેવાય. (૩૫)
હવે અત્યંતર તપના છ અતિચાર ગુરુ સાક્ષીએ આવે છે. (૧) પ્રાયશ્ચિત તપઃ માયાશલ્ય, નિદાન અને મિથ્યાત્વ શલ્ય-આ ત્રણ શલ્ય રહિતપણે તપ ન કર્યો. (૨) વિનય તપઃ વડીલેનો વિનય કરવાનું છોડી દીધું.
(૧૩૬) (૩) વૈયાવચ્ચ તપ : બાળક, ગ્લાન એટલે રેગી, તથા તપસ્વી સાધુ તણે ખુબ વૈયાવચ્ચ ન કર્યો. (૪) સ્વાધ્યાય તપઃ (અ) વાચન (વાંચી જવું, પાઠ બેલી જવો), (બ) : પૃચ્છના-ફરી. પૂછવું. (ક) પરાવર્તના-પુનરાવર્તન કરી જવું. (ડ) ધર્મ કથા કહેવી-- ધર્મ ચર્ચા કરવી, તથા (ઈ) અનુપ્રેક્ષા કરવી-વિચારણા કરવી. (૧૩૭)
ઉપરના પાંચ પ્રકાર સ્વાધ્યાય ત–સક્ઝાય દયાનના ગણાય છે, તે પાંચ ભેદે સ્વાધ્યાય ન કર્યો. (૫) ધ્યાન તપઃ ધ્યાનને રંગ હૃદયમાં ધારણ કર્યો નહીં. (૬) યથાશક્તિ-છતી શક્તિએ કાઉસ્સગ્ન તપ ન. કર્યો. આ પ્રમાણે અતિચાર રહિત તપ ન કરવાથી મનુષ્ય જન્મનું ફળ લીધું નહીં.
(૧૩)
ગાથા ૧૩૯ તથા ૧૪૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫
વિચારના અતિચારઃ વીર્યાચારના મને વીર્ય, વચનવીય તથા કાયવીર્ય એ ત્રણ આચાર છે, તેનું વિપરીત આચરણ કરતાં અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજ્ઞાન પણે લાગ્યા હોય તે હું ગુરુની સાક્ષીએ આવું છું.
(૧૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org