Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
પર્વના દિવસે, પૌષધના પારણું સમયે, જે પિતાના ઘરના આંગણે જુએ છે કે ભેજન સમય થયે છે અને સાધુ-મુનિરાજ પધાર્યા છે તો પિતાના મનમાં શુભ ચિંતવન કરે ? સારું થયું. ભલે તે પધારે. (૧૨૧)
(1) પણ સાધુને હરાવવા ગ્ય ભેજન ઉપર સચિત વસ્તુ મૂકે, અથવા (૨) અચિત્ત વસ્તુવાળા વાસણને સચિત્ત વસ્તુવાળા વાસણથી ઢાંકી મૂકે, જેથી મુનિ તે ગોચરી લઈ શકે નહીં. (૩)વહરાવવાની બુદ્ધિએ પારકાની વસ્તુ પિતાની કહે અથવા નહીં વિહરાવવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહે, (૪) ભેળપણથી મનમાં ઠેષ કરી-અભિમાન કરી દાન દે, તથા
(૧૨૨) (૫) ગોચરીને સમય વીતી ગયા પછી ભોળપણે સાધુને તેડવા જાય-નિમંત્રણ આપે અને આગ્રહ કરી લાવીને વહેરાવે-આ પ્રમાણે બારમાં વ્રતના પાંચ અતિચાર લાગે છે તેને આચારવાળે શ્રાવક ટાળે–આવે.
(૧૨૩)
ગાથા ૧૨૪ તથા ૧૨૫ ને અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
(સંલેખણ અંત સમય નજીક જણાય ત્યારે કરવાની હોય છે તેમાં આ લેક સંબંધી, પર લેક સંબંધી, જીવવા સંબંધી, મરવા સંબંધી, તથા કામગ સંબંધી ઈચ્છા કરવારૂપ પાંચ અતિચાર મને મરણ સુધી ન થાઓ.)
સલેખણના પાંચ અતિચાર-(૧) વીતી ગયેલી જીંદગીમાં કરેલા ધર્મના પ્રભાવથી આ લેક સંબંધી મનુષ્યપણાને વિષે રાજા મહારાજા જેવી સમૃદ્ધિ મેળવી સુખી થવા ઈચ્છા રાખે તથા (૨)મરણ પામ્યા પછી પર લેકમાં દેવ-દેવેન્દ્ર, વિદ્યાધર–ચકવતી, રાજા મહારાજા, ધનાઢય વગેરે થવાની ઈચ્છા રાખે, (૩) આ વ્રતના બહુમાન સન્માનનું સુખ દેખી બહુ જીવવાની ઈચ્છા કરે. (૪) આ વ્રતના દુઃખથી ગભરાઈ તાત્કાલિક મરણ ચાહે.
(૧૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org