Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(૫) પોતે અહીં છે એમ હદ બહાર રહેલાને કાંકરે વગેરે નાખી પિતાની હાજરી જણાવે. (દેસાવગાસિક વ્રતના આ પાંચે. અતિચાર શ્રાવકે ટાળવા જોઈએ.)
(૧૧૩)
ગાથા ૧૧૪ તથા ૧૧૫ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
૧૧. પૌષધ વ્રત : અગિયારમાં પિસહ વ્રતના પાંચ અતિચાર છે તે દિવસ પ્રત્યે શક્તિ પ્રમાણે ટાળીશું. પૌષધ-ઉપવાસ વ્રતધારી શ્રાવકે (૧) શયા-સંથારાને બરાબર જોઈને પડિલેહણ ન કરી. (૨) શય્યા-સંથારે ઉવેખી–આડું અવળું જેમાં પૌષધ દિવસે વિધિપૂર્વક પડિલેહણ ન કરી-વેઠ કરી.
(૧૧૬) (૩) શય્યા–સંથારે પરિહરતી વખતે બરાબર ધૂક્યું નહીં અથવા (૪) જેમ તેમ પૂછ્યું. (૫) જીંડીલ ભુમિમાં વડીનીતિલઘુનીતિ-મળમૂત્ર પરઠવવા જતાં પડિલેહણ તથા પ્રમાર્જન રૂડી રીતે ન કર્યું.
(૧૧૭) આમ સંથારે, વડીનીતિ લઘુનીતિ–બન્ને સંબંધી સમ્યગ વિધિ પ્રમાણે પાલન કર્યું નહી–તેથી પૌષધના પાંચ અતિચાર લાગ્યા. તે ટાળવા જોઈએ. પર્વ તિથિના દિવસે શ્રાવકને પૌષધ લેવાનો અધિકાર છે તે વિચારક શ્રાવક જાણે છે.
(૧૧૮)
ગાથા ૧૧૯ તથા ૧૨૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫..
૧૨. અતિથિ સંવિભાગ શ્રતઃ (તિથિ એટલે પર્વ. પર્વ જેને ન હોય–એટલે–બધા દિવસ જેને સરખાં હોય તે અતિથિ કહેવાય, તેમને દાન આપવું તે અતિથિ સંવિભાગ) તેના પાંચ અતિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org