Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
લીધું તે અતિચાર અને પીધું તે અનાચાર દોષ લાગે-તે અતિચાર સુધી આલેયણ. અતિચાર આલેવાય, પણ અનાચારના શું અતિચાર આવે? અર્થાત્ ન આવે.)
દશનાચારના આઠ આચાર છે. તેનાથી વિપરીત આચરણ કરતાં અતિચાર (આઠ) લાગે છે, આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજાણપણે લાગ્યા હેય તે હું ગુરુની સમીપમાં આવું છું. (૧૧)
(૧૩)
દર્શનાચારના આઠ અતિચાર : (૧) શંકા : દેશથી અથવા સર્વથી વીતરાગના વચનમાં ખોટી શંકા કરી, અને, નિરતી-નિર્મળ સાચી જિન આજ્ઞા હૃદયમાં ધારણ કરી નહીં. (૨) બધા ધર્મને સમાન ગયા પરંતુ કસોટી કરીને સત્ય ધર્મ ગ્રહણ કર્યો નહીં–તેથી અતિચાર લાગ્યા.
(૧૨) (૩) ધર્મ સેવન કરવાથી ચોક્કસ સારૂં ફળ મળશે તે બાબતમાં સંદેહ રાખ્ય-શ્રદ્ધા રાખી નહીં, અથવા સાધુસાધ્વીના મળથી મલીન અને વિશેષ દુર્ગધવાળા દેહને જોઈને દ્વેષ ભાવથી તેમની નિંદા કરી–અવહેલના કરી.
(૪) શ્રુત એટલે જૈન સિદ્ધાંત રૂપી સાગર ઉંડો ને ગંભીર જાણી મુંઝાઈને ઉભે રહ્યો અને કિનારે પણ પહેં નહીં (એટલે જેન શાસ્ત્રનું રહસ્ય પામ્યું નહીં). (૫) સાધુ-સાધી તથા સાધમિકને ગુણવાન જાણવા છતાં તેમની બહુ ભક્તિ-ઘણે આદર-સત્કાર કર્યો નહી.
(૧૪) શુદ્ધ ધર્મથી પડતાં કઈ પણ જીવને જાણીને તેને અવર્ણન્માદિક એટલે ટેક, મદદ, આશ્વાસન, વગેરે આપીને મનથી ધર્મમાં સ્થિર કર્યો નહીં. જેમાં શ્રી મહાવીર પ્રભુએ મેઘકુમારને ચારિત્રથી પડવા ન દેતાં ટેકે આપીને ચારિત્રમાં સ્થિર કર્યો, તેમ મારે પણ કરવું ઘટે, પણ મેં તેમ ન કર્યું.
(૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org