Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૮૮
૬. મૃગમદ એટલે કસ્તુરીતે માટે કસ્તૂરીઆ હરણને, ચામર માટે ચમરી ગાયને, હાથીદાંત માટે હાથીને, તથા (પીંછા માટે પક્ષીઓને, મૃગ ચર્મ માટે હરણને, શિંગડાં માટે ગેંડા વગેરે) અનેક પ્રાણીઓને મારે–ત્રસ જીવના પ્રાણને નાશ કરે, આવી રીતે પિતાની આજીવિકા માટે જંગલમાં ઘાસ ખાઈ તથા ખાણના પાણી પી ને જીવતાં અનેક નિર્દોષ પ્રાણીઓને નાશ કરે. આ દંત–વાણિજ્ય કર્મથી ઘણું પાપ બંધાય છે.
૭. લાખ, ગળી, મણસિલ, પાઉડી, તેજ તૂરી, દુષી–હડતાલ, સૂરી એટલે રાઈ, ફટકડી, સાજી, સાબુ, પટમાં વાસ (પાપડીઓ ખારે, ટંકણ ખાર) વગેરે બનાવવા–વેચવા તે લખ–વાણિજ્ય કર્મ થી દુર્ગતિમાં વાસ થાય છે.
(૯૨) ૮. અનેક જાતની મધમાખના મધ, માખણ, ઝેર, મદ્ય એટલે મદિર, દારૂ, વગેરેના વહેપારને તથા મીણ, મહુડાં, વગેરે અસાર વસ્તુઓ (માંસ, કેસુડાને દારૂ તથા ઘી, તેલ, ગેળ, સાકર, મેવા વગેરે રસની ચીજો) ના વહેપારને રસ વાણિજ્ય કહેવાય છે. તે અધર્મ છે તથા,
૯. બે પગાં, ચેપગાં પ્રાણીઓ દાસ, દાસી, ગાય, ભેંસ, મેર, પિપટ, વગેરેને તથા તેમના વાળનો ધંધે વેચાણ કરે તે કેશ–વાણિજ્ય કહેવાય છે. આવા રસ-વાણિજ્ય તથા કેશવાણિજ્ય જેવા પાપી ધંધા કરનારા કેવી રીતે ભવસાગર તરી શકે ? (ના તરી શકે.) ()
૧૦. વિષ (અફીણ, સેમલ વગેરે ઝેરી પદાર્થો), હળ, લખંડના શસ્ત્રો, તથા હડતાલ (કેશ, કેદાળ, તલવાર, છરી, ધનુષ્ય) વગેરે ઘાતક શસ્ત્રનો વેપાર બહુ પાપવાળે છે તેને જેન પ્રવચનમાં વિષ-વાણિજ્ય કહે છે. જે આવા વહેપાર ટાળતા નથી તેમને વ્રતની હાનિ થાય છે.
૧૧. ઇક્ષુ એટલે શેરડી, તલ, સરસવ, એરંડા વગેરે પીલાવવામાં પ્રચંડ પાપ થાય છે. પીલેલા તલ આપવાને વ્યવહાર બંધ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org