Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૫ સ્કૂલ સંતેષ વ્રતના પાંચ અતિચારઃ (૧) ધન-ધાન્ય વગેરે બાંધી મૂકવું. (૨) તે જ પ્રમાણે ચાંદી, સોનું, હીરા વગેરે ઝવેરાત બાંધી મૂકવું. (૩) ખેતર તથા ઘર વગેરે બન્ને એકથી વધારે રાખવાં. (૪) બે પગવાળાં (દાસ-દાસી, નેકર-ચાકર વગેરે) તથા ચાર પગવાળાં ( ગાય, ભેંસ વગેરે) પ્રાણીઓના અનેક ગર્ભના બચ્ચાને સંગ્રહ કરે, તથા
(૭૫) (૫) કુવિય એટલે હલકી–ઓછી કીમતી ધાતુઓ (તાંબુ, કાંસુ, પિત્તળ વગેરે)ના વાસણના તેલમાં વધારે કરે- તેથી પરિગ્રહ પરિમાણ વ્રતનું ઉલંઘન થાય છે-અતિકમ દોષ લાગે છે. આ પ્રમાણે પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચારો જે ત્યાગ કરે તે આ સંસારને સફળ કરી જાય છે.
(૭૬) + + + ગાથા ૭૭ તથા ૭૮ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
+ + + (હવે ત્રણ ગુણવતના અતિચાર આવે છે. પાંચે આણુવ્રતને આ ત્રણ વત ગુણ કરે છે–લાભ કરે છે. માટે તેને ગુણ વ્રત કહેવાય છે. જેમ કે છઠું વ્રત-દિશા પરિમાણ વ્રત-ગ્રહણ કરનારે દિશાની બહાર રહેલા તમામ જીવોની દયા પાળી–અહિંસા વ્રતને લાભ. ત્યાંની કન્યા વગેરે સંબંધી અસત્ય ટાળ્યું-સત્ય વ્રતને લાભ. ત્યાં રહેલા દ્રવ્યાદિક માટેનું અદત્તપણું ગયું. અસ્તેય વ્રતને લાલ. ત્યાં રહેલી સહેજે ત્યાગ સ્ત્રીઓને થઈ ગયે-શીલવતને લાભ, તથા ત્યાં રહેલા દ્રવ્ય માટે પરિગ્રહ બુદ્ધિ નાશ પામી, તેથી પરિગ્રહ પરિમાણ વ્રતને લાભ.)
૬ દિશા પરિમાણ વ્રતના પાંચ અતિચારઃ (૧) ઉર્ધ્વ એટલે ઉપરની દિશા તરફ (૨) અધે એટલે નીચેની દિશા તરફ તથા (૩) તિરછી–વચલી દિશામાં એટલે ચારે દિશા–વિદિશાઓમાં. (ટુંકામા દસે દિશામાં) જવા આવવાનું પરિમાણ–નિયમ-તેનું ઉલ્લંઘન કરવું. (૪) તથા સ્વાર્થ જેઈ દિશામાં જવા-આવવાના પરિમાણમાં વધ-ઘટ કરે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org