Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
સમક્તિ ગ્રહણ કરવું જોઇએ અને સમકિત પ્રાપ્ત કરવા માટે ગ્ય ક્રિયાઓ કરવી જોઈએ.
(૩૪) જે સમક્તિ અને ક્રિયા (ચારિત્ર) અને વાન મળે તે ભવ ભ્રમણને ભય દૂર થાય છે અને સમકિત સહિત સમ્ય-જ્ઞાન દર્શન ચારિત્ર હોય તે મુદેવ, સુગુરુ તથા સુધર્મ વિષે પ્રમાણભૂત થાય છે. (૩૫)
સુદેવઃ રાગ દ્વેષ રૂપી બે અંતરંગ શત્રુઓ જેઓએ જીત્યા છે તથા જેઓ અઢાર દોષ રહિત છે, તથા જેઓ ત્રણે ભુવનના જીનું હિત કરનારા તથા રક્ષણ કરનારા છે એવા અરિહંત દેવને જ એક દેવ તરીકે જાણવા.
(૩૬) અનુગ દ્વાર” નામના સૂત્રમાં અરિહંત પરમાત્માનું સ્વરૂપ ચાર નિક્ષેપાનું વર્ણન કર્યું છે તે ચાર નિક્ષેપ વિચારવા જોઈએ. (૧) નામ જિન (૨) સ્થાપના દિન (૩) દ્રવ્ય જિન (૪) ભાવ જિનઆ પ્રમાણે અરિહંત ભગવાન ચાર પ્રકારના છે, અને ચોથા ભેદમાં
ભાવ તીર્થકર” વર્ણવ્યા છે તે જયવંત છે એ પ્રમાણે તેમને હું નમસ્કાર કરૂં છું.
(૩૭) ચૌવીસ (ચતુવિ શતિ સ્તવ) જેને લેગસ્સ કહીએ. છીએ તેમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થ કરેની સ્તુતિ છે તે
નામ જિન” કહેવાય છે. તે નામ પ્રમાણે વીસે તીર્થકર પરમાત્માને હું પ્રણામ-વંદન-કરૂં છું, અને જિન પ્રતિમા તે “સ્થાપના જિન” કહેવાય છે, તેમને તથા “ભાવ જિન”ને અમે વંદન કરીએ છીએ.
(૩૮) આવશ્યક સૂત્રના પાંચમા અધ્યયનના અધિકારમાં યતિ તથા શ્રાવકને માટે કહેલ છે, તથા, પહેલા (ઉવવાઈ નામના) ઉપાંગ સૂત્રમાં, તથા (પ્રશ્ન વ્યાકરણ નામના) દસમા અંગમાં મૂર્તિ વિષે ઉલ્લેખ છે તે પ્રગટ સાક્ષીએ મન રંગે એટલે મનના ઉમંગથીઉછરંગથી–ઉલ્લાસથી ત્યાંથી જાણી લે.
(૩૯),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org