________________
પ્રશ્ન થાય કે કેવા વિચારો આવ્યા હશે, શું સમજણ અંદર વર્તતી હશે, પણ ખરેખર એમણે પોતે જ્યારે એ વાતો ખુલ્લી કરી ત્યારે એમનું ઍનાલિસિસ જોવા મળ્યું, આપણને સમજવા મળ્યું કે ઓહોહો ! આવું ડીપ અન્ડરસ્ટેન્ડિંગ (ઊંડી સમજ) !
એમણે એમના જીવનમાં ભેગી થયેલી વ્યક્તિઓની પ્રકૃતિ ઓળખી, એ લોકોને એમની પ્રાકૃતિક નબળાઈઓમાંથી, કુટેવોમાંથી કેવી રીતે છોડાવ્યા, આખું ગામ, કુટુંબના લોકો જેના વિશે નેગેટિવ બોલે, તે વ્યક્તિમાં કંઈ પૉઝિટિવ ગુણ હશે જ, છેવટે પોતે ટાઈમનો, પૈસાનો ભોગ આપીને એ વ્યક્તિના સારા ગુણો શોધી કાઢી એન્કરેજ (પ્રોત્સાહિત) કરી ઊંચો લાવી દેતા. એ એમની આગવી વિશેષતા આપણને જોવા મળે છે.
એમને આ સંસારમાં કંઈ જોઈતું નહોતું. જાણે પોતે જગતનું ઑબ્ઝર્વેશન કરવા આવ્યા હોય અને ‘મને જે ભેગો થયો એને સુખીયો બનાવું' એવી ભાવનાથી જીવન જીવ્યા, તે ખુલ્લેઆમ જણાય છે.
એમના દિલમાં હંમેશાં રહેતું કે કોઈને દુઃખ નથી આપવું અને દુ:ખ ન આપવા માટે બધા એડજસ્ટમેન્ટ લેતા. બધાના પૉઝિટિવ જ જોયા અને પોતે દુઃખી પણ નથી થયા. પરિસ્થિતિને સમજી પ્રોબ્લેમને સૉલ્વ કર્યા છે, તે એમના બધા વ્યવહારમાં દેખાય છે.
ધંધામાં ભાગીદાર, નોકર, બૉસ સાથે અને કુટુંબની વ્યક્તિઓ સાથે પ્રાકૃતિક રાગ-દ્વેષ, પ્રાકૃતિક દોષોને કારણે બધા જ સામાન્ય માણસો સંસારમાં રહીને અથડામણ-મતભેદ-ચિંતા-દુઃખ-ભોગવટા ભોગવે છે, તેવા જ દુઃખો, ભય, અણસમજણના ગૂંચવાડા પોતે ભોગવ્યા અને એવા પરિણામમાંથી સાચી સમજણથી છૂટ્યા પણ ખરા અને છેવટે કાયમ માટે દુઃખ મુક્ત થઈ શક્યા.
એમના જીવનમાં વિશેષતા એ જોવા મળે છે કે ફાધર-મધર, મોટાભાઈ-ભાભી, વડીલો પ્રત્યે એમનો વિનય-પ્રેમ કાયમ રહ્યો છે. એમના ઉપરવટ થઈને ક્યારેય વ્યવહાર કર્યો નથી.
એમના જીવનમાં ફાધર-મધર, ભાઈ-ભાભી, કાકા-ભત્રીજા, પત્ની, મિત્રો વગેરે વ્યક્તિઓના બાહ્ય વ્યવહારો અને આંતરિક સમજણ, પ્રાકૃતિક
14